સુરતમાં ચોરોએ પાન મસાલાના વેપારીને ત્યાં મોટો હાથફેરો કર્યો
દુકાન માલિકે સીસીટીવી ફૂટેજ તપાસતા તેમાં બે ઈસમો ચોરી કરતા નજરે ચડ્યા
ફરિયાદ બાદ પોલીસે બંને આરોપીઓને ઝડપી પાડ્યા
WatchGujarat. ડીંડોલી સ્થિત ટોબેકોમાં ચોરીની ઘટના સામે આવી હતી. અજાણ્યા તસ્કરો ૧.૮૬ લાખની મત્તા ચોરી કરી ફરાર થઇ ગયા હતા. આ ઘટનામાં ક્રાઈમ બ્રાંચની ટીમે ૩ આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે તેઓની પાસેથી ૧.૮૯ લાખની કિમતનો અલગ અલગ કંપનીના બ્રાન્ડેડ સિગારેટ, પાનમસલા અને ગુટખાનો જત્થો કબજે કર્યો હતો. પોલીસ તપાસમાં સુરતના બે ગુનાના ભેદ પણ ઉકેલાઈ ગયા હતા
સુરતના ડીંડોલી સ્થિત સાઈ પોઈન્ટ પાસે આવેલા આનંદ નગરમાં રહેતા હર્ષદ પ્રણજીવનભાઈ ભંડારી ટોબેકોના વેપારી છે. સાઈ કોમ્પ્લેક્સમાં જ તેમની સાઈનાથ ટોબેકો એન્ડ જનરલ સ્ટોરના નામે દુકાન આવેલી છે. ગત ૮મીના રોજ રાત્રી દરમ્યાન અહી ચોરી થઇ હતી. તસ્કરોએ દુકાનમાં ઘુસી પાનમસાલા, સિગારેટના પેકેટ, તમાકુના પેકેટ મળી કુલ ૧.૮૬ લાખની મત્તા ચોરી કરી ફરાર થઇ ગયા હતા. દુકાન માલિકે સીસીટીવી ફૂટેજ તપાસતા તેમાં બે ઈસમો ચોરી કરતા નજરે ચડ્યા હતા. આ બનાવ અંગે તેઓએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી
ડીસીબીએ આરોપીને ઝડપી પાડ્યા
ચોરીની આ ઘટનામાં ડીસીબી પોલીસે સરદાર માર્કેટ ખાદીના બ્રીજ પાસે આવેલા સર્વિસ રોડ પરથી રાજ્સ્થાન ખાતે રહેતા અને પાન મસાલાનું સેલ્સમેનનું કામ કરતા જગદીશકુમાર પારસમલજી માલી, ગૌતમકુમાર ભવરસિહ રાજપુરોહિત અને શિવ કુમાર ઉર્ફે મનીષ કુલચંદ કુસ્વાહ નામના ઇસમોને ઝડપી પાડ્યા હા. પોલીસે તેઓની પાસેથી ચોરીમાં ગયેલો તમાકુ, ગુટખા, પાન મસાલા અને સિગારેટનો જત્થો કબજે કર્યો હતો
દિવસ દરમ્યાન રેકી કરતા હતા
પોલીસે આરોપીની કડક પૂછપરછ કરતા આરોપીઓએ જણાવ્યું હતું કે શિવકુમાર ઉર્ફે મનીષ ગુગલ પર સુરત શહેરમાં અએલા તમાકુ ગુટખાની દુકાન સર્ચ કરી સરનામું લઇ લેતા હતા અને બાદમાં દિવસ દરમ્યાન ત્યાં રેકી કરી રાત્રી દરમ્યાન દુકાનને નિશાન બનાવતા હતા. એટલું જ નહી લોકની ડુપ્લીકેટ ચાવી બનાવી દુકાન ખોલી બાદમાં ચોરીની ઘટનાને અંજામ આપતા હતા. તેમજ પોલીસ તપાસમાં આરોપીઓએ જણાવ્યું હતું કે આશરે આઠેક મહિના પહેલા લાલગેટ વિસ્તારમાં આવેલી ડ્રાયફ્રુટની દુકાનમાંથી ૩૧.૮૯ લાખની કાજુ પેટી ચોરી કરી હોવાની કબુલાત કરી હતી. જેથી ડીંડોલી અને લાલગેટ પોલીસ મથકમાં નોંધાયેલા ગુનાના ભેદ પણ ઉકેલાઈ ગયા હતા વધુમાં આરોપીઓ પાસેથી પોલીસે ૧.૮૯ લાખના બ્રાન્ડેડ સિગારેટ, બીડી, પાન મસાલા ગુટખાનો જત્થો, ૩ મોબાઈલ મળી કુલ ૨.૧૯ લાખની મત્તા કબજે કરી હતી
શું હતી મોડેન્સ ઓપરેન્ડી
આરોપીઓની મોડેસ ઓપરેન્ડીની વાત કરીએ તો આરોપી ચોરી કરવા માટે જે શહેરમાં જાય ત્યાં ઓનલાઈન મોપેડ ભાડેથી લઇ ગુગલ પર ટોબેકોની દુકાન સર્ચ કરી દિવસ દરમ્યાન ટાર્ગેટ કરેલ દુકાનના શટરમાં લગાડેલા તાળાનો ફોટો પાડી લેતા હતા અને બાદમાં તેની ડુપ્લીકેટ ચાવી બનાવી રાત્રી દરમ્યાન ચોરીની ઘટનાને અંજામ આપતા હતા.