સમાજમાં બદલાવ લાવવાનો વિચાર કરીને સુરતની એક ફૂટવેર કંપનીએ હકારાત્મક અભિગમ દર્શાવ્યો
થર્ડ જેન્ડર માટે માનસિકતા બદલવા કોઈ તો આગળ આવ્યું છે – કિન્નર રાજવી
આજે નહિ તો પાંચ વર્ષ પછી પણ લોકોમાં આ બદલાવ આવશે - ફૂટવેર કંપનીના માલિક
WatchGujarat. 21મી સદીના જમાનામાં આજે બધા ભેદભાવો ભૂલીને લોકો આગળ વધી રહ્યા છે. ત્યારે સમાનતા એ જ મહાનતાનો ધ્યેય લઈને આગળ આવીને સુરતની એક ફૂટવેર કંપનીએ પોતાના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોઈ જાણીતી મોડેલ કે અભિનેત્રી નહિ પણ એક કિન્નરની પસંદગી કરી છે.
https://youtu.be/Snd5Chrdo3g
કિન્નરોને સમાજમાં તિરસ્કૃત નજરે જોવામાં આવે છે. પણ હવે સમાજમાં બદલાવ લાવવાનો વિચાર કરીને સુરતની એક ફૂટવેર કંપનીએ હકારાત્મક અભિગમ દર્શાવ્યો છે. અને પોતાના ફૂટવેર કંપનીના ફોટો શૂટ માટે સુરતના કિન્નર રાજવીની પસંદગી કરી છે.
આ પહેલી વખત જ હશે જ્યારે મોડેલ તરીકે કોઈ કિન્નરને પસંદ કરવામાં આવ્યું હશે. સુરતની રાજવી કિન્નર છે અને આ વાતની તેને ક્યારેય શરમ અનુભવી નથી.ઉલટાનું તે હવે સમાજમાં કિન્નરો માટે બદલાવ લાવવા આગળ આવી છે. રાજવી પોતે એક ફરસાણની દુકાન ધરાવે છે. અને પોતે આત્મનિર્ભર બનીને પરિવારને મદદ કરે છે.
રાજવીનું કહેવું છે કે આ કોન્ટ્રાકટ તેને સોશિયલ મીડિયા થકી મળ્યો છે. તે આ વાતને લઈને ખૂબ ખુશ છે કારણ કે થર્ડ જેન્ડર માટે માનસિકતા બદલવા કોઈ તો આગળ આવ્યું છે. આવું પહેલીવાર હશે જ્યારે કોઈ કિન્નરને કોઈ કંપનીએ તેમનો બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યો છે. ઘણા બધા સ્ટ્રગલ કર્યા પછી તેને આ મોકો મળ્યો છે તેના માટે તે ખુશ છે.
ફૂટવેર કંપનીના માલિકનું કહેવું છે કે, સામાન્ય રીતે મોડેલિંગ માટે સુંદર દેખાવ ધરાવતા યુવક યુવતીઓની જ પસંદગી કરવામાં આવે છે. પરંતુ અમે વિચાર કર્યો કે શા માટે કોઈ કિન્નરને તેના માટે લેવામાં ન આવે. તેઓ પણ સોસાયટીનો જ એકભાગ છે. જેથી અમે રાજવીને અમારા ફોટો શૂટ માટે પસંદ કરી છે.આજે નહિ તો પાંચ વર્ષ પછી પણ લોકોમાં આ બદલાવ આવશે. જેથી તેઓ પણ કિન્નરને સમાજનો એક ભાગ ગણશે. પણ તેની શરૂઆત કોઈએ તો કરવી જ પડશે. જેની શરૂઆત અમે કરી છે.