• સુરતના ચોક્સી બજાર વિસ્તારમાં રહેતી 27 વર્ષિય સલમા ના લગ્ન એક વર્ષ અગાઉ કિરણ હોસ્પિટલમાં કાઉન્સિલર તરીકે નોકરી કરતા રીયાઝ હુસેન સૈયદ સાથે થયા હતા
  • લગ્નના ત્રણ મહિનામાં જ સાસરીયાઓએ સલમાને ત્રાસ આપવાનું શરૂ કરી દીધુ હતું
  • સલમા ખરીદી કરવા બજારમાં ગઇ ત્યાં રીયાઝે શૌચાલયના દાદરા પર ત્રણ વખત તલાક બોલી નાસી ગયો

Watchgujarat. સુરતના હરિપુરા વિસ્તારમાં રહેતા અને કિરણ હોસ્પિટલમાં કાઉન્સિલર તરીકે નોકરી કરતા યુવાન સાથે એક વર્ષ પુર્વે લગ્ન કરનાર ચોક્સીબજારની પરિણીતાને લગ્નના 6 મહિના માંજ પિયર મુકી ગયેલા પતિએ ચૌટાપુલના દાદર પર જાહેરમાં જ તલાક આપતા મામલો પોલીસ મથકમાં પહોંચ્યો છે. અને સમગ્ર મામલે લાલ ગેટ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસ સુત્રો દ્વારા પ્રાપ્ત વિગતો અનુસાર, મુજબ હાલ સુરતના ચોક્સી બજાર વિસ્તારમાં રહેતી 27 વર્ષિય સલમા (નામ બદલ્યું છે) ના લગ્ન એક વર્ષ અગાઉ કિરણ હોસ્પિટલમાં કાઉન્સિલર તરીકે નોકરી કરતા રીયાઝ હુસેન સૈયદ (રહે. સોય શેરી નં.1 ની સામે હરિપુરા, સુરત) સાથે થયા હતા. જો કે લગ્નના ત્રણ માસ બાદ જ પતિ અને સાસુ મરીયમ સલમાને તું તારા પિયરમાંથી ફ્લેટ લેવા માટે રૂ. 5 લાખ કે બીજી કોઇ ચીજ વસ્તુઓ દહેજ પેટે લાવી નથી. તેમ કહી મેણાટોણા મારી નાની નાની બાબતમાં હેરાન પરેશાન કરતા હતા. અને ગાળો બોલીને મારઝુડ કરી શારિરીક માનસીક ત્રાસ આપતા હતા. લગ્નના 6 મહિનામાં જ રીયાઝ સલમાને તેના પિયર મૂકી ગયો હતો.

સલમા ગત 17 મી ના રોજ તેની મામી સાથે ચૌટા બજારમાં ખરીદી માટે ગઇ હતી. ત્યારે રીયાઝ શૌચાલયના દાદર પર મળ્યો હતો. રીયાઝે જાહેરમાં ત્રણ વખત તલાક બોલી તેને તલાક આપ્યા હતા. અને ચાલ્યો ગયો હતો. બાદમાં તે બીજા લગ્ન કરવાનો છે તેવી જાણ થતા સલમા અને તેના પરિવારના સભ્યો તેને કહેવા ગયા તો તેણે ધાકધમકી આપી હતી.

આખરે સલમાએ ગતરોજ રીયાઝ અને સાસુ મરીયમ વિરૂદ્ધ લાલગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Facebook Comments Box

Videos

Our Partners