• યોગીચોક ખાતે આવેલ પેરેડાઇઝ એપાર્ટમેન્ટમાં રહેતો વિવેક સુભાષ કીકાણી ભગવાન મહાવીર કોલેજમાં એમબીએનો અભ્યાસ કરતો હતો
  • સવારે આશરે આઠેક વાગ્યે પર્વત પાટીયાથી ભાઠેના તરફ જતા કાળમુખા ટ્રકના ચાલકે તેને બાઈક સાથે અડફેટે લીધો
  • વિવેકના માતા-પિતા જૂનાગઢમાં ગામડે રહે છે, તે ભણવા માટે અહિંયા રહેતો હતો – રમેશ કીકાણી, કાકા

WatchGujarat. યોગીચોકમાં રહેતા અને વેસુંમાં આવેલી એક કોલેજમાં એમબીએનો અભ્યાસ કરનાર વિધાર્થી આજે સવારે બાઈક લઈને ઘરેથી કોલેજ જવા માટે નીકળ્યો હતો. દરમિયાન પર્વત પાટિયાથી ભઠેના તરફ જતા ઓવર બ્રિજ ઉપરથી જઈ રહ્યો હતો ત્યારે એક ટ્રક ચાલકે તેને અડફેટે લઇ લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અક્સમાતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા વિદ્યાર્થીનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું એટલુંજ નહીં અકસ્માત સર્જ્યા બાદ ટ્રક સ્થળ ઉપર મૂકી ચાલક નાશી છૂટ્યો હતો. જયારે અકસ્માત અંગે જાણ થતા એકના એકના પુત્રને ગુમાવનાર પરિવાર શોકમાં ગરકાવ થયો ગયો.

ઉધના પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, યોગીચોક ખાતે આવેલ પેરેડાઇઝ એપાર્ટમેન્ટમાં રહેતો વિવેક સુભાષ કીકાણી (ઉ.વ.21) વેસુ ખાતે આવેલી ભગવાન મહાવીર કોલેજમાં એમબીએનો અભ્યાસ કરતો હતો. દરમિયાન આજે સવારે બાઈક લઈને કોલેજ જવા નીકળ્યો હતો. તે સવારે આશરે આઠેક વાગ્યે પર્વત પાટીયાથી ભાઠેના તરફ જતા ઓવર બિરજ ઉપરથી પસાર થઇ રહ્યો હતુ ત્યારે કાળમુખી ટાટા ટ્રકના ચાલકે તેને બાઈક સાથે અડફેટે લઇ લેતા તે નીચે પટકાયો હતો.

અકસ્માતના કારણે તેને માથાના ભાગે તેમજ શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. અને તેનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. અકસ્માતને પગલે સ્થળ ઉપર લોકો ભેગા થઇ ગયા હતા. જયારે ટ્રક મૂકી ચાલક ભાગી છૂટ્યો હતો. અકસ્માત અંગે જાણ કરવામાં આવતાં પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી અને મૃતદેહ પોસ્ટમાર્ટમ માટે ખસેડાયો હતો. પોલીસે તપાસ દરમિયાન વિધાર્થીના પરિવારજનોને સંપર્ક સાધ્યો હતો. ત્યારે કાકા સહિત પરિવારજનો દોડી આવ્યા હતા.

કાકા રમેશભાઈ કીકાણીએ જણાવ્યું હતું કે, વિવેકના માતા પિતા વતન વિસાવદર ખાતે આવેલ ભુંતડી ગામ જિલ્લા જૂનાગઢ ખાતે રહે છે. જયારે તે અહીંયા ભણવા માટે અમારી પાસે રહેતો હતો. દિવાળી પછી જ તે સુરત પરત આવ્યો હતો. તેના પિતા ગામમાં ખેતી કામ કરે છે. વિવેક માતા પિતાનો એકનો એક પુત્ર હતો તેને એક બહેન છે. પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી  છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud