• બાળકી પર ટ્રક ફરી વળતા ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું
  • ટ્રક ચાલકની ગંભીર બેદરકારી સીસીટીવીમાં કેદ
  • બાળકીનું બંને આંખોનું દાન કરવામાં આવ્યું

WatchGujarat .સુરતમાં ટ્રક અને અને ડમ્પર ચાલકો બેફામ બન્યા છે ત્યારે વધુ એક અકસ્માતના બનાવમાં એક બાળકીનો ભોગ લેવાયો છે.માસૂમ બાળકીએ જીવ ગુમાવતા પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.જો કે અકાળે બાળકીનું મોત થતાં પરિવારે તેની બન્ને આંખો દાનમાં આપવાનો નિર્ણય લેતા સમાજમાં ઉત્તમ ઉદાહરણ બેસાડ્યુ છે.

મળતી માહિતી મુજબ સુરતના અમરોલી વિસ્તારમાં શાળાએ જઇ રહેલી બાળકી પર ટ્રક ફરી વળતા ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. આ મામલે સીસીટીવી ફૂટેજ સામે આવ્યાં છે. જેમાં ટ્રક ચાલકની ગંભીર બેદરકારી દેખાઈ રહી છે. અમરોલી વિસ્તારમાં બાળકી પોતાની શાળાએથી પગપાળા ઘરે જઈ રહી હતી તે દરમીયાન પુર ઝડપે આવેલ ટ્રક ચાલકે માસૂમ બાળકીને અડફેટે લીધી હતી એટલું નહિ એક થી બે મીટર સુધી ઘસડાઇ હતી. બનાવને પગલે બાળકીનું ઘટના સ્થળે મોત થયું હતું અને ટ્રક ડ્રાઇવર ટ્રક મૂકી ભાગી ગયો હતો .

અમરોલીના છાપરાભાઠામાં એન્ટિલિયા ડ્રિમ્સમાં મજૂરી કામ કરતા 42 વર્ષીય દીપકભાઈ પીપલિયા એ જણાવ્યું હતું કે, મર્યાદિત આવકમાં તેઓ પત્ની, 8 વર્ષીય પુત્ર ધ્યાન અને 12 વર્ષીય પુત્રી દિશાનું ગુજરાન ચલાવી રહ્યા છે. દિશા છાપરાભાઠાની સરકારી પ્રાથમિક શાળામાં ધોરણ-7માં અભ્યાસ કરતી હતી. શુક્રવારે દિશા બપોરના સમયે સ્કૂલેથી ઘરે પગપાળા પરત આવી રહી હતી. ત્યારે બાપા સીતારામ મઢુલી ચાર રસ્તા પાસે કાળમુખી આઈવા ટ્રકના ચાલકે દિશાને અડફેટમાં લઈ કચડી નાખી હતી. અકસ્માત બાદ ઘટના સ્થળે જ દિશાનું મોત નિપજયું હતું.

ઘટના બાદ ભાગી ગયેલા ટ્રકના ચાલકને અમરોલી પોલીસે ગણતરીના કલાકોમાં શોધી કાઢ્યો હતો. દીપકભાઇની એકની એક પુત્રી દિશાનું રોડ અકસ્માતમાં મોત થયું છે. અકસ્માતમાં દિશાની આંખો સ્વસ્થ હોવાથી માતા-પિતા સાથે પીપલિયા પરિવાર દ્વારા સમાજમાં ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી શકાય તેવો નિર્ણય લેવામાં આવ્યો હતો. કતારગામની લોકદ્રદિ ચક્ષુબેંક સંસ્થાને દિશાની બંને આંખોનું દાન કરવામાં આવ્યું છે. જેની બંને આંખો અલગ-અલગ બે વ્યક્તિઓને અપાઇ છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud