• ડેમની ભયજનક સપાટી 345 ફૂટ છે, અને હાલ ઉકાઈ ડેમની સપાટી 345.25 ફૂટ નોંધાઈ
  • ડેમના 22 દરવાજા પૈકી 5 દરવાજા 5.5 ફિટ ખોલીને તાપી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે
  • પાછોતરા વરસાદને કારણે ઉકાઈ ડેમ સંપૂર્ણ છલોછલ થઇ જતા આગામી 2 વર્ષ સુધી સુરત અને દક્ષિણ ગુજરાત માટે સિંચાઈ અને પીવાના પાણીની સમસ્યા દૂર થઇ ગઈ છે

WatchGujarat. ચોમાસાએ વિધિવત વિદાય લીધા બાદ પણ હજી ઉકાઇના ઉપરવાસમાં પાછોતરા વરસાદનું જોર યથાવત છે. બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશર સિસ્ટમને કારણે ઉકાઇના ઉપરવાસમાં વરસાદ વરસ્યો છે. જેને લઈને ફરી ડેમમાં પાણીની આવકમાં વધારો નોંધાયો છે. ઉકાઈ ડેમમાં પાણીની આવક છેલ્લા 24 કલાકમાં 48 હજાર ક્યૂસેકથી 82 હજાર ક્યુસેક સુધી રહી છે.

ડેમની ભયજનક સપાટી 345 ફૂટ છે. અને હાલ ઉકાઈ ડેમની સપાટી 345.25 ફૂટ નોંધાઈ છે. ડેમમાં પાણીની આવક 82,940 ક્યુસેક અને ડેમમાં પાણીની જાવક 69,304 ક્યુસેક નોંધાઈ છે. ડેમના 22 દરવાજા પૈકી 5 દરવાજા 5.5 ફિટ ખોલીને તાપી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે.

ડેમ સંપૂર્ણ ભરાયેલો હોવાથી ઉકાઈ ડેમમાંથી સતત પાણી પણ છોડવામાં આવી રહ્યું છે. ઉકાઇના ઉપરવાસમાં હવે વરસાદની શક્યતા નહિવત છે. જેથી હવે પાણીની આવકમાં પણ ઘટાડો થવાની સંભાવના છે. આવનારા દિવસોમાં પાણીની આવક ઘટતા જ ડેમમાંથી ક્રમશઃ પાણી છોડવાનું ઓછું કરાય તેવી સંભાવના છે.

જો કે હવે પાછોતરા વરસાદને કારણે ઉકાઈ ડેમ સંપૂર્ણ છલોછલ થઇ જતા આગામી 2 વર્ષ સુધી સુરત અને દક્ષિણ ગુજરાત માટે સિંચાઈ અને પીવાના પાણીની સમસ્યા દૂર થઇ ગઈ છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud