• સુરતમાં એક એવી ઘટના સામે આવી છે જેને જાણીને સૌ કોઈ ચોકી ઉઠ્યા
  • યુવકના લગ્ન બાદ પત્નીના માતા-પિતાને આપવાના રૂપિયા નહિ હોવાને કારણે પોતાની બહેનને સેવાચાકરી કરવા મોકલી
  • સેવાચાકરી કર્યા બાદ રાજસ્થાનથી પોતાના ઘરે પરત ફરેલી યુવતિને પેટમાં દુખતા ગર્ભવતી હોવાની ચોંકાવનારી હકીકત સામે આવી

WatchGujarat. સુરતમાં એક 12 વર્ષીય કિશોરીને પેટમાં દુખાવો ઉપાડતા તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લાવવામાં આવી હતી. જ્યાં તે ગર્ભવતી હોવાનું બાહર આવ્યું હતું. આ જાણીને પરિવાર ચોકી ઉઠ્યો હતો અને તપાસ કરતા ભાઈએ સાસરીયાઓની સેવા ચાકરી કરવા માટે રાજસ્થાન મોકલી હતી જ્યાં તેના કાકા સસરાએ તેણીની પર દુષ્કર્મ આચર્યું હોવાનુ બહાર આવ્યું હતું

સુરતમાં એક એવી ઘટના સામે આવી છે જેને જાણીને સૌ કોઈ ચોકી ઉઠ્યા છે. સુરતના સિંગણપોર વિસ્તારમાં એક પરિવાર રહે છે. પરિવારમાં પુત્રના લગ્ન થઇ ગયા છે. અને એક 12 વર્ષીય દીકરી છે. યુવકનું સાસરિયું બાસવાડા ખાતે આવેલું છે. તેમનામાં એવો રીવાજ છે કે લગ્ન બાદ વધુના માતા-પિતાને રૂપિયા આપવાના હોય છે. પરંતુ યુવક પાસે રૂપિયા ન હોવાથી તે વાયદો કરતો હતો. જેથી સાસરિયાઓ જણાવ્યું હતું કે જો રૂપિયા ન હોય તો તેની બહેનને સેવા કરવા માટે રાજસ્થાન મોકલે. જેથી તેના પિતા ગામ ગયા હતા તે વેળાએ યુવકે તેની બહેનને સાસરિયાઓની સેવા માટે રાજસ્થાન મોકલી હતી.

થોડા મહિના બાદ તેની બહેન સુરત પરત આવી હતી. અને બે દિવસ પહેલા તેણીને પેટમાં દુખાવો ઉપાડ્યો હતો. જેથી તેણીના પિતા તેને સારવાર અર્થે હોસ્પિટલ લઇ ગયા હતા. જ્યાં તેણીને 4 માસનો ગર્ભ હોવાનું બહાર આવ્યું હતું

પરિવારે તરુણીની પૂછપરછ કરતા યુવકના કાકા સસરાએ તેણીની પર દુષ્કર્મ આચર્યું હોવાનું જણાવ્યું હતું એટલું જ નહી આ વાત કોઈને કહેશે તો જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપવામાં આવી હતી. આ ઘટના બાદ પરિવાર સિંગણપોર પોલીસ મથકે પહોચ્યો હતો અને સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ ઘટનાને લઈને સિંગણપોર પોલીસે યુવકના કાકા સસરા વિરુદ્દ્ધ ઝીરો નબરથી ફરિયાદ રાજસ્થાનના બાસવાડા પોલીસ મથકે ટ્રાન્સફર કરી છે.

Facebook Comments Box

Videos

Our Partners