• અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશરને લઈને ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા માવઠાની આગાહી કરવામાં આવી હતી
  • વરસાદ નોંધાયો હતો કમોસમી વરસાદ અને માવઠાને લઈને ખેડૂતોની ચિતામાં વધારો થયો છે

WatchGujarat. અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશરને લઈને ગુજરાતમાં હમાવન વિભાગ દ્વારા હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ ખાબક્યો હતો. સુરત શહેરમાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું તો બીજી તરફ સુરત જિલ્લામાં વરસાદ પડતાં ખેડૂતોની ચિંતા વધી છે

અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશરને લઈને ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા માવઠાની આગાહી કરવામાં આવી હતી. જેને લઈને દક્ષિણ ગુજરાતમાં વાદળ છાયા વાતાવરણ અને માવઠું પડ્યું હતું. સુરતમાં બપોર બાદ અચાનક પલટો આવ્યો હતો અને સિટીના કેટલાક વિસ્તારોમાં માવઠું પડ્યું હતું. આ ઉપરાંત અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું

સુરત જિલ્લામાં હવામાન વિભાગની આગાહી સાચી પડી હતી. અને સુરત જિલ્લાના

પલસાણા  :63 MM

બારડોલી   :2 MM

કામરેજ     :19 MM

મહુવા        :15 MM

સુરત સીટી  :34 MM

વરસાદ નોંધાયો હતો કમોસમી વરસાદ અને માવઠાને લઈને ખેડૂતોની ચિતામાં વધારો થયો છે. ખેડૂતોને શિયાળુ પાકને નુશાકન જવાની શક્યતા રહેલી છે. હજુ હવામાન વિભાગ દ્વારા 20 તારીખ સુધી માવઠાની આગાહી કરવામાં આવી છે જેને લઈને ખાસ કરીને ખેડૂતો ચિંતાતુર બન્યા છે.

Facebook Comments Box

Videos

Our Partners