સુરતના અઠવા વિસ્તારનો એક વિડીયો વાયરલ થયો, જેમાં લોકોએ જાહેરમાં ઉજવણી કરી
ડાન્સર સાથે લોકોએ અહી મેં હું ડોન, તમંચે પે ડિસ્કો જેવા સોંગ પર ઠુમકા લગાવ્યા
વિડીયો સુરતના ભાગાતળાવ વિસ્તારનો અને 5 દિવસ જુનો વિડીયો વાયરલ થયો હોવાનું જાણવા મળ્યું છે
WatchGujarat. જાહેરમાં ઉજવણી નહી કરવાનો સુરત પોલીસ કમિશ્નરનું જાહેરનામું છે. પરંતુ આ બધા વચ્ચે સુરતના અઠવા વિસ્તારમાં જાહેરમાં ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ડાન્સર બોલાવવામાં આવી હતી અને ઠુમકા લગાવવામાં આવ્યા હતા. એટલું જ નહી અહી નોટોનો વરસાદ પણ કરવામાં આવ્યો હતો. આ વિડીયો શોશ્યલ મીડિયામાં વાયરલ પણ થઇ રહ્યો છે. જેમાં બાળકો અને વૃદ્ધ મહિલાઓ પણ નજરે ચડી રહી છે.
https://youtu.be/kh9QL1-dmnk
કોરોનાની મહામારીને લઈને સંક્રમણ ન વધે તે માટે જાહેરમાં ઉજવણી કરવા પર પ્રતિબંધ છે. અને તે માટે સુરત પોલીસ કમિશ્નર દ્વારા જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે. પરંતુ આ બધા વચ્ચે સુરતના અઠવા વિસ્તારનો એક વિડીયો વાયરલ થયો છે. જેમાં લોકોએ જાહેરમાં ઉજવણી કરી હતી. એટલું જ નહી આ ઉજવણીમાં ડાન્સરને બોલાવવામાં આવી હતી. અને તેની સાથે ઠુમકા લગાવી નોટોનો વરસાદ પણ કરવામાં આવ્યો હતો. આ વિડીયોમાં કેટલાક માથાભારે લોકો પણ નજરે ચઢે છે. એટલું જ નહી અહી નાના બાળકો પણ દેખાઈ રહ્યા છે. બાર ડાન્સર સાથે લોકોએ અહી મેં હું ડોન, તમંચે પે ડિસ્કો જેવા સોંગ પર ઠુમકા લગાવ્યા હતા. અને આ વિડીયો હાલ શોશ્યલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. વિડીયોમાં કોરોનાની ગાઈડલાઈન અને સુરત પોલીસ કમિશ્નરના જાહેરનામાનો ખુલ્લેઆમ ભંગ થતો જોવા મળ્યો હતો. તેમજ હાજર લોકોએ માસ્ક પણ પહેર્યું ન હોવાનું વિડીયોમાં બહાર આવ્યું છે.
મળતી માહિતી પ્રમાણે આ વિડીયો સુરતના ભાગાતળાવ વિસ્તારનો અને 5 દિવસ જુનો વિડીયો વાયરલ થયો હોવાનું જાણવા મળ્યું છે. અહી જાહેરમાં આટલી મોટી ઉજવણી થઇ ગયી છતાં પોલીસને આ ઉજવણીની ભનક તક ન લાગી તે એક મોટો સવાલ છે. આ વિડીયોમાં શરમને નેવે મૂકી ઠુમકા લગાવવામાં આવી રહ્યા છે. અને નોટોનો વરસાદ પણ કરવામાં આવી રહ્યો છે. ત્યારે આ વિડીયો વાયરલ થતા હવે પોલીસ હરકતમાં આવી છે.
ઉલ્લેખનીય છે કે હાલમાં નવરાત્રી પર્વ ચાલી રહ્યો છે. અને નવરાત્રીની ઉજવણીને લઈને સરકારે વિવિધ નિયમો અમલમાં મુક્યા છે. તેમજ 12 વાગ્યા બાદ કફર્યુનો ચુસ્ત અમલ પણ સુરત પોલીસ દ્વારા કરવામાં આવશે તેમ જણાવી દેવામાં આવ્યું છે. ત્યારે પોલીસની આંખ નીચે જ આટલી મોટી ઉજવણી થઇ ગયી છતાં પોલીસને આની ભનક તક ન લાગી હતી. ત્યારે લોકોની આવી બેદરકારી સુરતમાં ફરી એક વખત સંક્રમણ વધારી પણ શકે છે.