સુરતમાં છાશવારે અસામાજિક તત્વોનો આતંક સામે આવતો હોવાની ઘટનાઓ સામે આવી ચુકી છે
વિડીયોમાં એક યુવક હાથમાં ચપ્પુ લઈને રોફ જમાવતો હોવાનું નજરે ચડી રહ્યો છે
યુવક કોણ હતો અને શા માટે તેણે અહી આવી રીતે હંગામો મચાવ્યો હતો તે અંગે કોઈ માહિતી બહાર આવી નથી
WatchGujarat. સુરતના વેસુ વીઆઈપી રોડનો એક વિડીયો વાયરલ થયો છે. વાયરલ વિડીયોમાં એક યુવક હાથમાં ચપ્પુ લઈને દાદાગીરી કરતો હોવાનું નજરે ચડી રહ્યું છે યુવક જ્યારે ચપ્પુ લઇને લોકોને ડરાવી રહ્યો હતો ત્યારે કોઈ અજાણ્યા વ્યક્તિએ તેનો વીડિયો બનાવી દીધો હતો.
https://youtu.be/ajyUmYWnb94
સુરતમાં છાશવારે અસામાજિક તત્વોનો આતંક સામે આવતો હોવાની ઘટનાઓ સામે આવી ચુકી છે. ત્યારે વધુ એક ઘટના સામે આવી છે. સુરતના શોશ્યલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો છે. આ વિડીયો વેસુ વીઆઈપી રોડનો હોવાની ચર્ચા છે. વાયરલ વિડીયોમાં એક યુવક હાથમાં ચપ્પુ લઈને રોફ જમાવતો હોવાનું નજરે ચડી રહ્યો છે. આ ઉપરાંત ત્યાં લોકોમાં ભયનો માહોલ ઉભો કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. આ વિડીયો વાયરલ થતા પોલીસે પણ તપાસ શરુ કરી હોવાની માહિતી મળી રહી છે.
વધુમાં મળતી માહિતી મુજબ યુવક દારૂના નશામાં હોવાની પણ ચર્ચા છે. અને ત્યાં યુવકે ભારે હોબાળો પણ મચાવ્યો હતો. બીજી તરફ સ્થાનિકોએ આ વિડીયો મોબાઈલમાં કેદ કરી લીધો હતો. યુવક કોણ હતો અને શા માટે તેણે અહી આવી રીતે હંગામો મચાવ્યો હતો તે અંગે કોઈ માહિતી બહાર આવી નથી. પરંતુ જે હિસાબે યુવકે ચપ્પુ હાથમાં લઈને હોબાળો કર્યો હતો તેને લઈને અહી ચકચાર મચી જવા પામી હતી.