સોશિયલ મીડિયામાં છવાઈ જવા માટે લોકો અવનવા સ્ટંટ કરતા હોય છે
ડિંડોલી વિસ્તારમાં આવેલા બ્રિજ પર યુવક જોખમી સ્ટંટ કરતો હોવાનો વિડીયો સોશિયલસ મીડિયામાં થયો વાયરલ
અગાઉ પણ સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે સ્ટંટ કર્યાના વિડીયો વાયરલ થયા હતા, પરંતુ નક્કર કાર્યવાહી નહિ કરાતા હજી સિલસિલો ચાલું જ છે
WatchGujarat. સુરતના ડીંડોલી વિસ્તારનો એક વિડીયો વાયરલ થયો છે. જેમાં બે યુવકો પોતાના જીવની ચિંતા કર્યા વિના બ્રીજની પાળી પર ચાલતા હોવાનું નજરે ચડે છે. આ વિડીયો ત્યાંથી પસાર થતા રાહદારીઓએ ઉતારી લીધો હતો જે હાલ શોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે
https://youtu.be/eF-S6CMGjCU
શોશ્યલ મીડીયમાં છવાઈ જવા માટે લોકો અવનવા સ્ટંટ કરતા હોય છે. અને ક્યારેય આવા સ્ટંટ જીવને જોખમમાં પણ મુકે છે. એટલું જ નહી જેલના સળિયા ગણવાનો વારો પણ આવે છે. ત્યારે સુરતમાં આવો જ એક વિડીયો વાયરલ થયો છે. જેમાં બે યુવકો પોતાનો જીવ જોખમમાં મૂકી રહ્યા છે. સુરતના ડીંડોલી વિસ્તારમાં બ્રીજ આવેલો છે. અને આ બ્રીજ પર બે યુવકો પાળી પર ચાલી રહ્યા છે. બીજી તરફ ત્યાંથી પસાર થતા લોકોની આ યુવકો પર નજર પડી હતી અને તેને પાળી પરથી ઉતરી જવા માટે ઠપકો પણ આપ્યો હતો. પરંતુ બંને યુવકોએ કોઈ જવાબ આપ્યો ન હતો. બંને યુવકોને જાણે પોતાના જીવની કોઈ જ ચિંતા ન હોય તેમ બ્રીજની પાળી પર જીવના જોખમે ચાલી રહ્યા હતા. ત્યાંથી પસાર થતા લોકોએ આ ઘટના પોતાના મોબાઈલના કેમેરામાં કંડારી લીધી હતી. આ વિડીયો હાલ શોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે. ઉલ્લેખનીય છે કે અહી જરાક પણ બેદરકારી બંને યુવકોનો જીવ લઇ શકે તેમ હતી. પરંતુ બંને યુવકોને જાણે પોતાના જીવની કઈ જ પડી ન હોય તેમ બ્રીજ ની પાળી પર ચાલી રહ્યા હતા.
વિડીયોમાં દેખાઈ રહેલા બંને યુવકોને ત્યાં હાજર લોકોએ નીચે ઉતરી જવા સલાહ પણ આપી હતી પરંતુ તેઓ નીચે ઉતર્યા ન હતા. એટલું જ નહી બંને યુવકો કોણ હતા અને તેઓ કોઈ વિડીયો બનાવવા માટે આ કૃત્ય કરી રહ્યા હતા કે કેમ તે જાણી શકાયું ન હતું. પરંતુ આ પ્રકારના સ્ટંટ ભારે પડી શકે છે અને આવા સ્ટંટમાં જીવ પણ ગુમાવવાનો વારો આવી શકે છે. ત્યારે આ પ્રકારના જોખમી સ્ટંટ ન કરવા લોકોને અપીલ પણ કરવામાં આવે છે.