• પાંડેસરા, ભેસ્તાન અને સચિન માં માસુમ બાળાઓ સાથે બળાત્કાર બાદ હત્યાની ઘટના સામે આવી હતી
  • બળાત્કાર કરનાર બે આરોપીઓને ફાંસીની સજા જયારે બે આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી
  • સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 27 બેઠકો પર પહેલી વાર વિપક્ષમાં કોંગ્રેસને પછડાટ આપીને આમ આદમી પાર્ટીએ વિજય મેળવ્યો

WatchGujarat.વર્ષ 2021ને હવે વિદાય થઇ રહી છે. અને નવા વર્ષ 2022ને આવકારવા માટે સૌ કોઈ ઉત્સાહિત છે. ત્યારે આમ તો આ આખું વર્ષ પણ કોરોનાના કારણે પ્રભાવિત રહ્યું છે. જેની મોટી અસર લોકોના જનજીવન પર જોવા મળી હતી. પણ સાથે સાથે આ આખા વર્ષ દરમ્યાન સુરત શહેરમાં કોરોના સિવાય પણ એવી ઘણી ઘટનાઓ રહી હતી જે ટોક ઓફ ઘી ટાઉન બનીને રહી છે. આવો આજે આવી જ કેટલીક ઘટનાઓ પર નજર નાંખીએ.

જ્યાં સુધી વાત છે ગુનાખોરીને લઈને. તો આ વર્ષ દરમ્યાન પણ અનેક માસુમ બાળકીઓ પીંખાઈ હતી. શહેરના ઔધોગિક વિસ્તાર એવા પાંડેસરા, ભેસ્તાન અને સચિન માં માસુમ બાળાઓ સાથે બળાત્કાર બાદ હત્યાની ઘટના સામે આવી હતી. જેમાં બહુચર્ચિત ઘટના સુરતના પાંડેસરા વિસ્તારની હતી. જેમાં અઢી વર્ષની બાળકીને નરાધમે પોતાની હવસનો શિકાર બનાવી હત્યા કરી નાંખી હતી. આ ઘટનાના ઘેર પ્રત્યાઘાત શહેરમાં પડ્યા હતા અને લોકોનો આક્રોશ પણ જોવા મળ્યો હતો.

વર્ષ 2020માં પણ ભેસ્તાનમાં આ જ પ્રકારની ઘટનામાં પાંચ વર્ષની બાળકીને હવસખોરે પોતાનો શિકાર બનાવી હતી. જોકે આ વર્ષની સારી બાબત એ પણ કહેવાય કે આ બેઘટનાઓ પછી સુરત કોર્ટ અને પોલીસ દ્વારા ગણતરીના દિવસોમાં જ ચાર્જશીટ ફાઈલ કરીને આરોપીઓને સજા પણ ફટકારવામાં આવી હતી. દખલારૂપ અને ઐતિહાસિક ચુકાદામાં બાળકીઓ પણ બળાત્કાર કરનાર બે આરોપીઓને ફાંસીની સજા જયારે બે આરોપીઓને અંતિમ શ્વાસ સુધી આજીવન કેદની સજા ફટકારીને એક ઉદાહરણ બેસાડવામાં આવ્યું હતું.

હવે વાત કરીએ શહેરના રાજકીય વર્તુળની. તો આ વર્ષ શહેરની રાજનીતિ માટે તો ખરું જ પણ ગુજરાતની રાજનીતિ માટે પણ યુ ટર્ન લાવનારું બની રહ્યું. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 27 બેઠકો પર પહેલી વાર વિપક્ષમાં કોંગ્રેસને પછડાટ આપીને આમ આદમી પાર્ટીએ વિજય મેળવ્યો હતો. મનપાના ઇતિહાસમાં વિપક્ષમાં પણ ઇતિહાસ રચાયો હતો. ગુજરાતની રાજનીતિમાં આપના પ્રવેશથી અન્ય રાજકીય પક્ષોમાં ખળભળાટ મચી ગયો છે.

અને આજ કારણ હશે કે દક્ષિણ ગુજરાત અને સુરતનું મહત્વ વધારવા પહેલીવાર સુરત અને દક્ષિણ ગુજરાતમાં મંત્રીમંડળનું વજન વધારવામાં આવ્યું. સુરતમાં 4 અને દક્ષિણ ગુજરાતમાં 3 એમ છ ધારાસભ્યોને મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવતા અહીંના ધારાસભ્યોનો દબદબો વધી ગયો છે.

અંતમાં વાત રહી કોરોનાને લઈને તો આખું વર્ષ તે સમાચારોમાં રહ્યો છે. સુરતમાં કોરોના સમયમાં લાઈનો જોવા મળી હતી. હોસ્પિટલની બહાર દવાઓ માટે, હોસ્પિટલમાં દાખલ થવા માટે, સ્મશાનગૃહની બહાર પણ વેટીંગ જોવા મળ્યું હતું. જ્યાં જુઓ ત્યાં લાગણીસભર દ્રશ્યો જોવા મળતા હતા. એક સમયે તો તબીબોએ કલેકટર કચેરી પર હાથ જોડીને કરગરવું પડ્યું હતું કારણ કે હોસ્પિટલોમાં ઓક્સિજનની અછત ઉભી થાય તેવી પરિસ્થિતિ આવીને ઉભી રહી હતી. જોકે બીજી લહેર બાદ હાલ માહોલ થોડો સુધર્યો છે.

જોકે આ સમય એવો છે જયારે લોકોએ સાવચેત તહેવાની જરૂર છે. તો આવનારું નવું વર્ષ લોકો માટે તન, મન, અને ધનથી સમૃદ્ધ રહેશે.

Facebook Comments Box

Videos

Our Partners