પાંડેસરા સ્થિત નાગસેન નગરમાં રહેતો 22 વર્ષીય વિક્કી મનીષ બાગુલ વેસુમાં સલુનની દુકાનમાં કામ કરતો હતો
વિક્કી પાછળ રહી જતા મિત્રો તેને શોધવા રસ્તા પર પાછા ફર્યા
વિક્કા ઇજાગ્રસ્ત હાલતમાં મળતા તેને 108 ની મદદથી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો
WatchGujarat. સુરતના ઓ.એન.જી.સી. કમ્પનીના ગેટ પાસે અકસ્માતની એક ઘટના સામે આવી હતી. જેમાં એક યુવકનું મોત નીપજ્યું હતું. મળતી માહિતી મુજબ યુવક નવરાત્રીમાં ગરબા જોવા માટે ગયો હતો. અને પરત ફરતી વેળાએ મિત્રો વચ્ચે બાઇક રેસ લાગી હતી. દરમિયાન અકસ્માત થતા પરિવારે પોતાનો લાડકવાયો ગમાવ્યો હતો. હાલ આ મામલે પોલીસે તપાસ શરૂ કરી છે.
સુરતના પાંડેસરા સ્થિત નાગસેન નગરમાં રહેતો 22 વર્ષીય વિક્કી મનીષ બાગુલ વેસુમાં સલુનની દુકાનમાં કામ કરતો હતો. અને તેને મોડલિંગનો પણ શોખ હતો. હાલમાં નવરાત્રી પર્વ પર મિત્રો સાથે નવરાત્રીમાં ગરબા જોવા ગયો હતો. આ દરમ્યાન નવરાત્રી જોઈને તેઓ ઘરે પરત આવી રહ્યા હતા. ત્યારે વિક્કી પાછળ રહી ગયો હતો, જેથી મિત્રો પરત ગયા હતા. જ્યાં રોડ પર વિક્કી ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યો હતો. જેથી તેને 108ની મદદથી સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. વધુમાં યુવકના મોતને પગલે મિત્રો સહિત પરિવારમાં શોકની કલીમાં છવાઈ ગયી હતી.
વધુમાં મળતી માહિતી મુજબ, વિક્કીના બે ભાઈ પણ છે, અને માતા પિતા મહારાષ્ટ્રમાં રહે છે. વિક્કી પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતો હતો. નવરાત્રીમાં ગરબા જોયા બાદ પરત ફરતી વેળાએ મિત્રો વચ્ચે બાઇક રેસ લાગી હોય જેમાં વિકકીનું અકસ્માતમાં મોત થયું હોવાની આશંકા છે. જો કે આ મામલે પોલીસે તપાસ શરૂ કરી છે.