• બમરોલી રોડ ઉપરથી આરોપી વિજય ઓમપ્રકાશ ગુપ્તાને ઝડપી પાડ્યો
  • એક લોડેડ પિસ્ટલ જેમાં ચાર કાર્ટીઝ લોડ હતા તે કબજે કર્યા
  • વેપારીના ફસાયેલા નાણા કઢાવી આપવા માટે લોકોને ડરાવવા પિસ્ટલ લાવ્યો હોવાનું બાહર આવ્યું


WatchGujarat.ડીસીબી પોલીસે બાતમીના આધારે પિસ્ટલ અને 4 જીવતા કાર્ટીઝ સાથે એક ઈસમને ઝડપી પાડ્યો હતો. પોલીસ તપાસમાં આરોપી ચેક રીટર્ન થયેલા હોય તેવી પાર્ટીઓ પાસેથી વેપારીના ફસાયેલા નાણા કઢાવી આપવા માટે લોકોને ડરાવવા મધ્યપ્રદેશથી પિસ્ટલ લાવ્યો હોવાનું બાહર આવ્યું હતું

મળતી માહિતી મુજબ સુરત ક્રાઈમ બ્રાંચની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન માહિતી મળી હતી કે એક ઇસમ બમરોલી વિસ્તારમાં પિસ્ટલ સાથે ફરી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી બમરોલી રોડ ઉપરથી આરોપી વિજય ઓમપ્રકાશ ગુપ્તાને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પૂછપરછ કરતા તે ડુંભાલ સ્થિત બાલાજી પાર્ક સોસાયટીમાં રહેતો હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત પોલીસે તેની પાસેથી એક લોડેડ પિસ્ટલ જેમાં ચાર કાર્ટીઝ લોડ હતા તે કબજે કર્યા હતા

પોલીસની વધુ પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે તેણે બમરોલી રોડ સ્થિત મરઘીવાળા કમ્પાઉન્ડમાં ઓફીસ ચાલુ કરી હતી. અને તેમાં શેર બજારનું ટ્રેડીંગ તેમજ વેપારીઓને તેઓની પાર્ટીએ આપેલા ચેક રીટર્ન થયા હોય તેવી પાર્ટીઓ પાસેથી વેપારીઓના ફસાયેલા નાણા કઢાવી આપવાનું કામ ચાલુ કર્યું હતું. અને પાર્ટી રૂપિયા ન ચુકવે તો તેઓને ડરાવવા માટે આ પિસ્ટલ તેણે પોતાના વતન ગ્વાલિયર ખાતે રહેતા સંતોષ નામના ઇસમ પાસેથી મંગાવી હતી. હાલ ડીસીબી પોલીસે તેની ધરપકડ કરી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud