• ગોડાદરાના ગાર્ડનમાં કોલેજ ફ્રેન્ડ સાથે બેસેલા યુવકનું અપહરણ થયુ હતુ
  • પિતરાઈ સાથે 2 લાખની લેતીદેતીમાં કોલેજીયન યુવકનું અપહરણ કરી માર મરાયો હતો
  • આ ઘટનામાં પોલીસે બે આરોપીની ધરપકડ કરી

 WatchGujarat.  સુરત ગોડાદરાના ગાર્ડનમાં કોલેજ ફ્રેન્ડ સાથે બેસેલા યુવકનું બાઈક પર અપહરણ કરી બે યુવકોએ ઢોર માર માર્યો હતો. પિતરાઈ સાથે 2 લાખની લેતીદેતીમાં કોલેજીયન યુવકનું અપહરણ કરી માર મરાયો હતો આ ઘટનામાં પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે

સુરતના ગોડાદરા  વિસ્તારમાં રહેતા જીગ્નેશ ઝીઝાળા કોલેજમાં અભ્યાસ કરે છે ગત 26મીએ તે કોલેજ ફ્રેન્ડ સાથે ગાર્ડનમાં બેસી પરીક્ષાઓને લઈને ચર્ચાઓ કરી રહ્યા હતા દરમ્યાન અશ્વિન વાણીય અને વિપુલ બલદાણીયા ત્યાં આવી પહોચ્યા હતા અને આ મારી બહેન છે તું અહિયાં તેની સાથે શું કરે છે એમ કહી દાટી આપી ફોટા પાડવા લાગ્યા હતા જે મુદ્દે ઝઘડો થયા બાદ અશ્વિને ઘનશ્યામ જીંજાળા કોણ છે એવું પૂછતાં જીગ્નેશે મારો કાકાનો દીકરો છે એવું જણાવ્યું હતું ત્યારબાદ જીગ્નેશનો કોલર પકડીને મારમારી શરુ કરી હતી બાદમાં બાઈક પર બેસાડી ગોડાદરા સંસ્કૃતિ માર્કેટના પાછળના ભાગે આવેલા રોડ પર લઇ જઈ ઘનશ્યામ જીજાળા પાસે બે લાખ લેવાના બાકી છે તેને અહિયાં બોલાવ તેવું જીગ્નેશને કહ્યું હતું જેથી જીગ્નેશે પોતાના ભાઈને ફોન કર્યો હતો પરંતુ તે આવ્યો ના હતો. જેથી અશ્વિન અને વિપુલે ફરી તેને ઢીક્કા મુક્કીનો માર માર્યો હતો

બન્ને આરોપીએ જીગ્નેશને ઘનશ્યામ નહી આવે તો તારા પાપાને 5 લાખ લઈને અહી બોલાવ એવું કહી માર માર્યા બાદ ચપ્પુની અણીએ ધમકાવ્યો હતો બાદમાં બંને જણા ઈજાગ્રસ્ત જીગ્નેશને તેના ઘર પાસે આવેલા દવાખાના પાસે મૂકી ભાગી ગયા હતા આ બનાવને લઈને જીગ્નેશે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગોડાદરા ખાતે રેતા વિપુલ બલદાણીયા અને અશ્વિન વાણીય સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી

Facebook Comments Box

Videos

Our Partners