• સચિન GIDC વિસ્તારમાં પાર્ક કરેલા કેમિકલ ટેન્કરમાંથી ગેસ લીકેજ થતા 6 મજૂરોના મોત નિપજ્યા છે
  • બનાવમાં 20થી વધુ મજૂરોની હાલત ગંભીર થતા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા
  • ઝેરી કેમિકલ ભરેલુ ટેન્કર દહેજથી આવ્યુ હોવાની સાહિતી સામે આવી
  • કેમિકલ માફિયાઓ દ્વારા ગેરકાયદેસર રીતે કેમિકલ ખાડીમાં ઠાલવવામાં આવી રહ્યુ હોવાનો ખુલાસો

WatchGujarat. સુરતના સચીન GIDC વિસ્તારમાં પાર્ક કરેલા કેમિકલ ટેન્કરમાંથી ગેસ લીકેજ થવાનો બનાવ બન્યો હતો. જેમાં આ ઘટનામાં 6 મજૂરોના મોત નિપજ્યા હતા. જયારે 20 થી વધુ મજૂરોને અસર થતા તેઓને સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. સવારે સર્જાયેલી આ ઘટનાથી અરેરાટી વ્યાપી ગઈ છે. આ મામલે કેટલીક ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે. સુરતના કેમિકલ લિકેજની ઘટનાના તાર દહેજ સાથે જોડાયેલા હોવાનું સામે આવ્યું છે.

કેમિકલ માફિયાઓ દ્વારા ગેરકાયદેસર રીતે કેમિકલ ખાડીમાં ઠાલવવામાં આવી રહ્યું હતું

પ્રાથમિક તપાસમાં ઝેરી કેમિકલ ભરેલુ ટેન્કર દહેજથી આવ્યુ હોવાનું જાણવા મળી રહ્યું છે. ઉપરાંત ઝેરી કેમિકલ અંકલેશ્વર, વડોદરા, દહેજ જેવા શહેરોથી સચિન GIDC પાસે કેમિકલ ઠાલવવામાં આવે છે. આવા સેંકડો ટેન્કર કેમિકલ અને કચરો ઠાલવીને જતા રહે છે. ગુજરાતમાં અનેક સ્થળોએ કેમિકલ માફિયાઓ કેમિકલ ઠાલવીને જતા રહે છે. કેમિકલ માફિયાઓના પાપને કારણે મજૂરોને મોત મળ્યું.

નોંધનીય છે કે સચિન GIDC પોલીસ સ્ટેશમાં આ મામલે મનુષ્ય વધ હેઠળ ફરિયાદ નોંધવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જેમાં 304 120 B હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં ખૂલ્યુ કે, ટેન્કર વડોદરા પાર્સિંગનું છે. જેથી ક્રાઇમ બ્રાન્ચની ટીમ રવાના કરવામાં આવી છે. કેમિકલ માફિયા દ્વારા કેમિકલ ખાડીમાં ઠાલવવામાં આવતું હતું.

6 મજૂરોના મોત નિપજ્યા, 20થી વધુ મજૂરોની હાલત ગંભીર

ઉલ્લેખનીય છે કે આજે સવારે સાડા ચાર કલાકે સચિન GIDC ના નોટીફાઈડ વિસ્તાર, રોડ નં. 4, રાજ કમલ ચોકડી પાસે, એક ટેન્કર દ્વારા ગેરકાયદેસર રીતે ટોક્ષિક કેમિકલ ખાડીમાં ડીસ્ચાર્જ કરવામાં આવી રહેલ હતું જે દરમિયાન કેમિકલનું ટોક્ષિક ગેસ આજુબાજુના વિસ્તારમાં પ્રસરી ગયું હતું. જેમાં નજીકમાં આવેલ વિશ્વ પ્રેમ ડાઈંગ એન્ડ પ્રિન્ટીંગ મિલના અને તેની આજુ-બાજુના 26 મજુરો અને કારીગરોને આ ટોક્ષિક ગેસની અસર થતા તેઓ ટપોટપ જમીન પર પડવા લાગ્યા હતા. ફાયર વિભાગની ટીમ દ્વારા તમામને નવી સિવિલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ફાયર વિભાગ દ્વારા ઘટનાની પરિસ્થિતિને જોતા આસ પાસના વિસ્તારને પણ ખાલી કરાવી દીધું હતું. આ ઘટનામાં કોણ જવાબદાર છે તે હજી સામે નથી આવ્યું પણ પોલીસ દ્વારા તે દિશામાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud