watchgujarat: સુઝુકી મોટરસાયકલ્સે તેનું નવું સ્કૂટર સુઝુકી અવેનિસ (Suzuki Avenis) ભારતમાં લોન્ચ કર્યું છે. આ સ્પોર્ટી 125cc સ્કૂટર સાથે, કંપની યુવા ખરીદદારોને આકર્ષવા માંગે છે. દિલ્હીમાં આ સ્કૂટરની એક્સ-શોરૂમ કિંમત 86,700 રૂપિયા છે. ભારતીય બજારમાં સુઝુકી એવેનિસની સ્પર્ધા TVS Ntorq 125, Honda Grazia, Hero Maestro Edge 125 અને Aprillia SR 125 સાથે થશે.

ઘણા લેટેસ્ટ ફીચર્સથી સજ્જ છે અવેનિસ સ્કૂટર

125cc વાળા સુઝુકી એવેનિસ (Suzuki Avenis) સ્કૂટર Caller ID, SMS એલર્ટ, વોટ્સએપ એલર્ટ, સ્પીડ એક્સિડન્ટ વોર્નિંગ, ફોન બેટરી લેવલ ડિસ્પ્લે અને અંદાજિત આગમન સમય જેવી મહાન સુવિધાઓ સાથે આવે છે. આ સ્કૂટર iOS અને Android પ્લેટફોર્મ સાથે જોડાયેલ છે. સ્કૂટરનું 125cc ફ્યુઅલ-ઇન્જેક્ટેડ એન્જિન 8.6 bhpનો પાવર અને 10Nmનો પીક ટોર્ક જનરેટ કરે છે.

વિવિધ વેરિયન્ટની આટલી છે કિંમત

સુઝુકી અવેનિસ (Suzuki Avenis) સ્કૂટરના બેઝ વેરિઅન્ટની એક્સ-શોરૂમ કિંમત 86,700 રૂપિયા છે. જયારે, સુઝુકીના આ સ્કૂટરની રેસ એડિશનની એક્સ-શોરૂમ કિંમત 87,000 રૂપિયા છે. સુઝુકી એવેનિસ (Suzuki Avenis) સ્કૂટરમાં બોડી માઉન્ટેડ LED, મોટી સ્ટોરેજ સ્પેસ, USB ચાર્જિંગ પોર્ટ, LED ટેલ લેમ્પ, સ્પોર્ટી મફલર કવર, એલોય વ્હીલ્સ, આકર્ષક ગ્રાફિક્સ, સાઇડ સ્ટેન્ડ લોક, એન્જિન કીલ સ્વિચ, ડ્યુઅલ લગેજ હૂક અને ફ્રન્ટ રેક સ્ટોરેજ જેવા ફીચર્સ છે. સુઝુકી મોટરસાઇકલ્સે એવેનિસ માટે નવી એક્સટર્નલ હિંગ ટાઇપ ફ્યુઅલ કેપ રજૂ કરી છે.

સુઝુકી મોટરસાઇકલ ઇન્ડિયા ડિસેમ્બરના મધ્યથી Suzuki Avenis સ્કૂટરનું છૂટક વેચાણ શરૂ કરશે. આ સ્કૂટર મેટાલિક ટ્રાઇટોન બ્લુ કલર સહિત 5 કલર વિકલ્પોમાં ઉપલબ્ધ હશે. સુઝુકી અવેનિસનું રેસ એડિશન વેરિઅન્ટ સુઝુકી રેસિંગ ગ્રાફિક્સ સાથે આવ્યું છે. આ સ્કૂટરની ફ્યુઅલ ટાંકીની ક્ષમતા 5.2 લિટર છે. સસ્પેન્શન ડ્યૂટી વિશે વાત કરીએ તો, સ્કૂટરમાં આગળના ભાગમાં ટેલિસ્કોપિક સસ્પેન્શન અને પાછળના ભાગમાં સ્વિંગ આર્મ સસ્પેન્શન આપવામાં આવ્યું છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud