બે પોલીસ સ્ટેશનમાં પકડાયેલા વિદેશી દારૂનો નાશ
દોઢ કરોડથી વધુની કિંમતના દારુ પર રોલર ફરી વળ્યું
બે વર્ષમાં પકડાયેલ દારૂનો નાશ કરાયો
WatchGujarat.ગુજરાતમાં ભલે દારુબંધી હોય તેમ છતાં દારુ પકડાવાના અને દારુ પીધેલા લોકોની ધરપકડના કિસ્સા અવાર-નવાર બનતા રહે છે. જોકે, પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવતા દારુના જથ્થાનો અવાર નવાર નાશ કરવામાં આવતો હોય છે. ત્યારે વડોદરામાં દેણાં ચોકડી પાસે કોટલી ગામે આશરે દોઢ કરોડથી વધુનો દારુનો નાશ કરવામાં આવ્યો હતો. વડોદરા જિલ્લાના બે પોલીસ મથકમાં પકડાયેલા દારૂના મોટા જથ્થા પર તંત્રનું રોલર ફરી વળ્યું હતુ.
મળતી માહિતી મુજબ વડોદરા પાસે આવેલ કોટલી ગામે ખુલ્લી જગ્યામાં વિદેશી દારૂનો જ્થ્થો લાવવામાં આવ્યો હતો. વરણામાં ગામ અને તાલુકા પોલીસ સ્ટેશનના કરોડોના દારૂનો નાશ કરવામાં આવ્યો હતો. ડી.વાય.એસ.પી સુદર્શન વાળા સહીત ઉપરી અધિકારીઓની ઉપસ્થિતિમાં તમામ દારૂનો નાશ કરવામાં આવ્યો હતો.
SDM ડો.શ્રદ્ધાબહેન શ્રીમાળીએ મિડીયા સાથે વાત કરતાં જણાવ્યુ હતુ કે વરણામાં અને તાલુકા પોલીસ સ્ટેશનના વર્ષ 2020 થી લઇને 2022 સુધીના વિદેશી દારૂના મુદ્દામાલનો નાશ કરાયો હતો. વડોદરા તાલુકમાં 100 અને વરણામાં પોલીસ સ્ટેશનમાં 57 ગુન્હા મળી કુલ 157 ગુન્હામાં પકડાયેલા આ દારૂનો જથ્થો હતો. અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂની અસંખ્ય બોટલો પર રોલર ફરી વળ્યુ હતુ.આ કાર્યવાહી દરમિયાન પોલીસનો ચાંપતો બંદોબસ્ત પણ ગોઠવાયો હતો. દારુની બોટલો પર રોલર ફરી વળતા દારુની વાસથી સમગ્ર વિસ્તાર ફેલાઇ હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે દેણા ચોકડી પાસે કોટલી ગામે છ મોટા વાહનમાં દારૂનો જ્થ્થો પહોંચાડવામાં આવ્યો હતો. એટલી મોટી માત્રમાં દારૂ હતો કે પહેલા તો બોક્સની લાઇન કરીને બોટલો બહાર કાઢવામાં આવી હતી. ત્યાર બાદ રોલર ફેરવતા જાણે દારૂની નદી વહેતી થઇ હોય તેવા દ્વશ્યો સર્જાયા હતા.