•  ભરૂચમાં 24 કલાકમાં બે ઘટનાઓમાં 5 લોકોએ જીવ ગુમાવ્યા
  •  રવિવારે નેત્રંગના ધારીયા ધોધમાં ડૂબી જતાં બે યુવાનોના મોત થયા હતા

WatchGujarat.ભરૂચ દહેજ માર્ગ પર આવેલા આમદરા ગામ પાસે દહેજ તરફ જતા એક કેમિકલ ટેન્કરના ચાલકે બાઈકને અડફેટે લેતા પર સવાર એક મહિલા સહિત એક પુરૂષનું મોત નિપજ્યું હતું. અકસ્માત બાદ રોડ સાઇડ પર પલ્ટી મારેલા ટેન્કરના ચાલકનું પણ દબાઈ જવાના પગલે મોત થયું હતું.

સમગ્ર અકસ્માતની ઘટના બાદ સ્થળ ઉપર એક સમયે લોકોના ટોળા જામ્યા હતા. જોકે ભરૂચ રૂરલ પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જઈ તમામ મૃતકોને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડવા સાથે ઘટના અંગેનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મહત્વનું છે કે, છેલ્લા 24 કલાકમાં ભરૂચ જિલ્લામાં 2 જેટલી ઘટનાઓમાં કુલ 5 વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા છે. જેમાં પ્રથમ ઘટના નેત્રંગના ધારિયા ધોધમાં 2 યુવાનોના ડૂબી જવાથી મોત થયાની સામે આવી હતી ત્યારે અન્ય એક અકસ્માતની ઘટના દહેજ માર્ગ પરથી સામે આવતા તેમાં ત્રણ વ્યક્તિ ઓના મોત નિપજયા હતા.

સમગ્ર અકસ્માતની ઘટનામાં પ્રવીણ કુમાર ચંદ્રેશવર મંડલ રહે.મધુબતી , બિહાર , નંદુબેન કાલિદાસ વસાવા રહે , આમદરા તેમજ જીતેન્દ્રસિંગ સુરેન્દ્રકુમાર સિંગ નામના વ્યક્તિઓના મોત નિપજ્યા હતા.

Facebook Comments Box

Videos

Our Partners