•  મઢુંલી ચોકડી પાસે આવેલી નાલંદા સંસ્થામાં નર્સિંગ અને મેડીકલના અભ્યાસ માટે રાખેલી શિક્ષિકાએ છેતરપિંડી કરી
  •  વિદ્યાર્થીઓ પાસેથી ફી ઉંઘરાવી ખોટી રસીદો પોતે ખોટી સહી કરી નાણાં ચાંઉ કર્યા

WatchGujarat.ભરૂચ જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેનની પત્ની સાથે 4 વર્ષથી શિક્ષિકા તરીકે સંસ્થામાં ફરજ બજાવતી શિક્ષિકાએ 85 વિદ્યાર્થીઓની ફી ઉઘરાવી લઈ ₹7.70 લાખની ઉચાપત કરી હોવાની ફરિયાદ નોંધવાઈ છે.

ભરૂચની એબીસી ચોકડી નજીક આવેલા અમી જડાવ બંગલોઝ ખાતે જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના અધ્યક્ષ BJP આગેવાન ધર્મેશ મિસ્ત્રી પરિવાર સાથે રહે છે. તેમના પત્ની ભાવિનીબેન મઢુંલી સર્કલ નજીક નાલંદા ઇન્સ્ટિટ્યૂટ એન.આર. ઇન્ટિગ્રેશન સંસ્થા ચલાવે છે.

જેમાં નર્સિંગ, પેરા મેડીકલના વિવિધ અભ્યાસ ક્રમ ચલાવવામાં આવે છે. જેઓએ આ માટે શિક્ષિકા તરીકે દયાદરા નવીનગરી અકુજી કોમ્યુનિટી હોલ ખાતે રહેતા હલીમાબેન ઐયુબ કોળાને 4 વર્ષથી રાખ્યા હતા.

સંસ્થામાં સંચાલક તરીકે ભાવિનિબેન અને એકાઉન્ટન્ટને જ ફી ઉઘરાવવાની સત્તા હતી. જોકે હલીમાબેન વિધાર્થીઓની ફી ઉઘરાવતા અગાઉ ઝડપાતા તેમને ઠપકો પણ અપાયો હતો.

જે બાદ જાન્યુઆરીમાં વિદ્યાર્થીઓની ફી બાકી નીકળતા આવતા ભવીનીબેનની તપાસમાં હલીમાબેને છાત્રો પાસેથી ફી વસૂલી હોવાનું બહાર આવ્યું હતું. જેમાં 85 વિધાર્થીઓ પાસેથી ₹7.70 લાખની ફી વસૂલી સંસ્થામાં જમા નહિ કરાવી હોવાનો ઘટસ્ફોટ થયો હતો.

આ અંગે હલીમબેન તેમના પતિ અને માતા-પિતાએ સંસ્થામાં આવી 28 ફેબ્રુઆરી સુધીમાં ઉચાપત કરી દીધેલી ફી ભરપાઈ કરવાની ખાતરી આપી હતી. જોકે તે બાદ આ લોકો સંચાલીકને ધમકી આપી ઉચાપત ના નાણાં આપવાનો ઈન્કાર કરી સંસ્થાને બદનામ કરી બંધ કરાવી દેવાની ધમકી આપી હતી.

આખરે ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે હલીમાં કોળા સામે ખોટી રસીદો બનાવી તેના પર સંચાલીકની બોગસ સહીઓ કરી ઉચાપત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવવામાં આવી છે.

Facebook Comments Box

Videos

Our Partners