• પ્રાથમિક વિભાગના બીઆરસી, સીઆરસીઓએ અનોખી રીતે નિભાવી જવાબદારી
  • શિક્ષકોએ દાનથી બાળકોનને કોમ્પ્યુટર સેટ વસાવી આપ્યાં
  • વિદ્યાર્થીઓ વંદે ગુજરાતની ચેનલો ઉપર ઓનલાઈન પાઠ ભણે છે
  • સાર્વજનિક સ્થળોએ મુકેલા કોમ્પ્યુટર સેટની મદદથી ધો.1 થી 12નાં વિદ્યાર્થીઓ અભ્યાસક્રમ પુરો કરે છે

WatchGujarat. કોરોના મહામારીમાં પણ વિદ્યાર્થીઓનો અભ્યાસ ન બગડે તે માટે ઓનલાઈન શિક્ષણની શરૂઆત કરવામાં આવી છે. પરંતુ ગ્રામીણ વિસ્તારના વિદ્યાર્થીઓ અપૂરતી સુવિધાઓને કારણે અભ્યાસ કરી શકતા નથી અથવા તો તેમની માટે મુશ્કેલી ઉભી થાય છે. ઓનલાઈન શિક્ષણમાં ગ્રામીણ વિસ્તારનાં વિદ્યાર્થીઓ પાછળ ન રહી જાય તે માટે પ્રાથમિક શિક્ષણ વિભાગના બીઆરસી અને સીઆરસીના શિક્ષણ કર્મચારીઓએ એક નવો માર્ગ શોધી કાઢયો છે.

પ્રાથમિક શિક્ષણ વિભાગના બીઆરસી અને સીઆરસી દ્વારા લોકફાળો કરી વિશાળ ટેલિવિઝન સેટ ખરીદવામાં આવે છે. આ ટેલિવિઝન સેટ તેઓ પોતાના વિસ્તારનાં ગામડાંમાં સાર્વજનિક સ્થળે લગાવે છે. જેથી ગ્રામિણ વિસ્તારના વિદ્યાર્થીઓ સારી રીતે અભ્યાસ કરી શકે છે. તેમના આ પ્રયત્નને કારણે બાયસેગની વન્દે ગુજરાત ચેનલ ઉપર વર્ગખંડોમાં ભણાવાતા પાઠ છ-છ કલાકના ચાર સેશનથી વિદ્યાર્થીઓને શિક્ષિત કરી રહ્યા છે.

મીડિયા અહેવાલ અનુસાર જોટાણાના સીઆરસી રવિ પટેલે પોતાના વિસ્તારની શાળાઓનાં વિદ્યાર્થીઓ માટે આવાં 30 ટીવી દાનમાં મેળવ્યાં છે. અત્રે ઉલ્લેખનીય છે કે, વિસનગરમાં મગરોડાના સીઆરસી રમેશ દેસાઈ અને વિસનગરના બીઆરસી વિનોદભાઈએ પણ ટેલિવિઝન સેટોની વ્યવસ્થા કરી છે.

નિઃશુલ્કમાં જોવાતી વન્દે ગુજરાતની ચેનલમાં ધોરણ દીઠ ચેનલના ક્રમ અપાયા છે. જેમાં સોમવારે ધો.5 ના વિદ્યાર્થીઓને ગુજરાતી, ધો.6 નાં વિદ્યાર્થીઓને સંસ્કૃત અને ધો. 7નાં વિદ્યાર્થીઓને ગણિત, ધો.8ના વિદ્યાર્થીઓને સમાજવિદ્યા, ધો. 9નાં વિદ્યાર્થીઓને વિજ્ઞાન, ધો.10ના વિદ્યાર્થીઓને ગણિત, ધો. 11ના વિદ્યાર્થીઓને નામાંના મૂળતત્વો અને ધો. 12 નાં વિદ્યાર્થીઓને આંકડા શાસ્ત્રના પાઠ ભણાવવામાં આવ્યા હતા. આજ પ્રમાણે ધો. 1 થી 4નાં વિદ્યાર્થીઓને પણ પ્રત્યક્ષ શિક્ષણની જેમ જ અભ્યાસક્રમના પાઠ ભણાવાઈ રહ્યા છે.

એટલું જ નહીં જો કોઈ વિદ્યાર્થી એક સેશન પણ ચુકી જાય તો 24 કલાક દરમ્યાન ચાર સેશન પૈકી કોઈ એક પણ એપિસોડનો લાભ લઈ શકાય છે.

આ ઉપરાંત મહેસાણા જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગના બીઆરસી અને સીઆરસીમાં ફરજ બજાવતા શિક્ષકોએ પણ વિદ્યાર્થીઓના અભ્યાસ અર્થે સુવિધાઓ ઉભી  કરી છે. તેઓએ દાન અને લોકફાળાથી વસાવેલાં ટેલિવિઝન સેટનો લાભ માધ્યમિક શિક્ષણ વિભાગના વિદ્યાર્થીઓ પણ ઓનલાઈન અભ્યાસ માટે મળવી રહ્યા છે. સોમવારે ધો. 9, ધો. 10, ધો. 11 અને ધો. 12 નાં છાત્રોએ અનુક્રમે વિજ્ઞાન, ગણિત નામાંના મૂળભૂત તત્વો અને આંકડા શાસ્ત્રનું ઓનલાઈન શિક્ષણ મેળવ્યું હતું.

Facebook Comments Box

Videos

Our Partners