આંધ્રપ્રદેશના નેવી ઓફિસરોની જાસૂસી તપાસ પ્રકરણમાં નોંધાયેલી ફરિયાદના આધારે આંધ્રપ્રદેશ કાઉન્ટર ઇન્ટેલિજન્સ સ્ક્વોડના ગોધરા શહેરમાં તપાસ સાથે ધામાં નાખ્યા હતા
કાર્યવાહી દરમિયાન શંકાસ્પદ વ્યક્તિઓને મોબાઈલ તેમજ સીમ કાર્ડ જેવા ગેઝેટ ના મોટા જથ્થા સાથે પકડી પાડી અતિગુપ્ત અને લાંબી સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી
શકીલ ઉર્ફે અલતાફહુસેન હારૂન ઘાંચીભાઈ અગાઉ વર્ષ- 2016 માં પાકિસ્તાન ખાતે જઈ રોકાયો હતો
WatchGujarat. આંધ્રપ્રદેશના નેવી ઓફિસરોની જાસૂસી તપાસ પ્રકરણમાં આંધ્રપ્રદેશ રાજ્યની કાઉન્ટર ઇન્ટેલિજન્સ સેલ ટીમ તેમજ સ્થાનિક ગોધરા એસ.ઓ.જી અને એલ.સી.બી.પોલીસ દ્વારા ગોધરા શહેરના મોહમદી મહોલ્લા વિસ્તારમાંથી અલ્તાફહુસેન હારૂન ઘાંચીભાઈ ને ઝડપી પાડી વધુ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં આરોપીના ટ્રાન્ઝિસ્ટ રિમાન્ડ મેળવવા માટે પોલીસે ગોધરા સેશન્સ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જ્યાં કોર્ટ દ્વારા ટ્રાન્ઝિસ્ટ રિમાન્ડ મંજુર થતા આરોપી ને હૈદરાબાદ ખાતે લઈ જવામાં આવશે. આ ઉપરાંત આંધ્ર પ્રદેશ કાઉન્ટર ઇન્ટેલિઝન્સ સેલ દ્વારા હજી પણ 10 ઉપરાંત ઇસમોની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે.
આંધ્રપ્રદેશના નેવી ઓફિસરોની જાસૂસી તપાસ પ્રકરણમાં નોંધાયેલી ફરિયાદના આધારે આંધ્રપ્રદેશ કાઉન્ટર ઇન્ટેલિજન્સ સ્ક્વોડના ગોધરા શહેરમાં તપાસ સાથે ધામાં નાખ્યા હતા. જેમાં આંધ્રપ્રદેશ રાજ્યની કાઉન્ટર ઇન્ટેલિઝન્સ સેલની ટીમે સ્થાનિક એસ.ઓ.જી અને એલ.સી.બી પોલીસ ને સાથે રાખી ગોધરા શહેરના બી ડિવિઝન પોલીસ મથકના જુદા જુદા છ વિસ્તારમાં મોડી રાત્રિથી પાંચ થી છ જગ્યાઓ પર છાપામારી કરી સર્ચ સીઝરની કાયદેસર ની કાર્યવાહી કરી હતી. કાર્યવાહી દરમિયાન શંકાસ્પદ વ્યક્તિઓને મોબાઈલ તેમજ સીમ કાર્ડ જેવા ગેઝેટ ના મોટા જથ્થા સાથે પકડી પાડી અતિગુપ્ત અને લાંબી સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. સોમવારે રાત્રે ગોધરા શહેરના મહોમદી મહોલ્લા ખાતે રહેતા અલતાફહુસેન હારુન ઘાંચીભાઈ ઉર્ફે શકીલ ઘાંચીભાઈને આંધ્રપ્રદેશ ની કાઉન્ટર ઇન્ટેલિઝન્સ સેલ દ્વારા કાયદેસર ની ધરપકડ કરવામાં આવી છે.
ઝડપાયેલા આરોપી અલ્તાફ હુસેન હારૂન ઘાંચીભાઈ ઉર્ફે શકીલ ઘાંચીભાઈએ દેશ વિરોધી આંતકવાદી પ્રવૃત્તિના ભાગરૂપે ભારતના જુદી જુદી મોબાઈલ કંપનીના સીમકાર્ડ એક્ટિવ કરીને તેના વોટ્સએપ એકાઉન્ટના ઓ.ટી.પી.પાકિસ્તાન ના આંતકવાદી પ્રવૃત્તિ કરતા આંકા ઓને આપતો હતો. પાકિસ્તાનથી ભારતના સીમકાર્ડ ના વોટ્સએપ એકાઉન્ટ ઓપરેટ કરી ને પાકિસ્તાનના આંતકવાદી તત્વોએ ભારતની સુરક્ષા દળોના યુવાનોને હનીટ્રેપ માં ફસાવી જાસૂસી કરી તેમજ નોન બેકિંગ હવાલાથી આતંકી પ્રવૃત્તિ કરી ગુન્હો આચર્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે શકીલ ઉર્ફે અલતાફહુસેન હારૂન ઘાંચીભાઈ રહે.મોહમદી મહોલ્લા, ગોધરા અગાઉ વર્ષ- 2016 માં પાકિસ્તાન ખાતે જઈ રોકાયો હતો અને આંતકવાદી પ્રવૃત્તિ કરતી એજન્સી તેમજ આંતકવાદી તત્વોના સંપર્ક માં આવ્યો હતો.