• માર્ચ 2022 માં જ્યાં સુધી તેના પર ફેરવિચારણા ન થાય ત્યાં સુધી જીએસટીની તલવાર હજી પણ ઇન્ડસ્ટ્રી પર લટકી રહી
  • જોકે, રોલબેક અંગેનો અંતિમ નિર્ણય જીએસટી કાઉન્સિલની આગામી બેઠકમાં લેવામાં આવશે

Watchgujarat.ફેડરેશન ઓફ ઇન્ડિયન આર્ટ સિલ્ક વીવિંગ ઇન્ડસ્ટ્રી (FIASWI) એ ગુજરાતના માનવસર્જિત ફાઇબર (MMF) ટેક્સટાઇલ સેક્ટર અને દેશના અન્ય કેન્દ્રોના હિસ્સેદારોને એકજુથ રહેવા અને જાગ્રત રહેવા વિનંતી કરી છે કારણ કે GST કાઉન્સિલે GST દરને સ્થગિત કરીને કામચલાઉ રાહત જ આપી છે.

એટલે એમ કહીએ તો પણ ખોટું નથી કે જીએસટી મામલે ટેકસટાઇલ ઉધોગ સાથે જોડાયેલા વેપારીઓને આ માત્ર વચગાળાની રાહત જ છે. અને માર્ચ 2022 માં જ્યાં સુધી તેના પર ફેરવિચારણા ન થાય ત્યાં સુધી જીએસટીની તલવાર હજી પણ ઇન્ડસ્ટ્રી પર લટકી રહી છે.

વિવિધ ટેક્સટાઈલ એસોસિએશનોને લખેલા પત્રમાં ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (GCCI), સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (SGCCI), ફેડરેશન ઓફ ગુજરાત વીવર્સ એસોસિએશન (FOGWA), સુરત વોર્પ નિટર્સ એસોસિએશન (SWKA), ફેડરેશન ઓફ સુરત ટેક્સટાઈલ ટ્રેડર્સ એસોસિએશન (FOSTTA) વગેરેની આગેવાનીમાં FIASWI ના અધ્યક્ષ, ભરત ગાંધીએ જણાવ્યું કે કેન્દ્રીય નાણા પ્રધાન, નિર્મલા સીતારમને જણાવ્યું છે કે 1 જાન્યુઆરી, 2022 થી અમલી બનવાના નવા GST દરો મોકૂફ રાખવામાં આવ્યા છે. જોકે, રોલબેક અંગેનો અંતિમ નિર્ણય જીએસટી કાઉન્સિલની આગામી બેઠકમાં લેવામાં આવશે.

રાજ્ય અને કેન્દ્ર સરકાર સાથે સમાન અપીલ અને રોલબેક માટેની વિનંતી અને 5% GST ટેક્સ દરની યથાસ્થિતિ જાળવી રાખવા માટે બીજી ઇનિંગ રમવી પડશે. FIASWI ના ચેરમેન ભરત ગાંધીએ વધુમાં ઉમેર્યું હતું કે, GST ટેક્સ રેટ 5% થી 12% સુધી સ્થગિત કરવો એ સમગ્ર MMF ઉદ્યોગ માટે લટકતી તલવાર છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud