થરાદની રાજેન્દ્રનગર સોસાયટીમાં લગ્ન મંડપમાં અચાનક આગ લાગી
આગ લાગતા જ શુભ પ્રસંગમાં અચાનક દોડ ધામ મચી
પીવાના પાણીની બોટલો મારફતે આગ ઓલવવાનો પ્રયત્ન કર્યો
WatchGujarat.રાજ્યમાં એક બાજુ ગરમીએ માજા મૂકી છે. દિવસેને – દિવસે પારો સતત વધી રહ્યો છે. તો બીજી બાજુ લગ્નની સીઝન પણ ચાલી રહી છે. ત્યારે લગ્નપ્રસંગમાં ક્યારેક દુર્ઘટના બનતી હોય છે. કાળઝાળ ગરમીમાં લગ્નપ્રસંગમાં આગની ઘટના બની હતી. થરાદમાં લગ્ન પ્રસંગે અચાનક આગ લાગતા દોડધામ મચી હતી.
મળતી માહિતી અનુસાર બનાસકાંઠાના થરાદની રાજેન્દ્રનગર સોસાયટીમાં લગ્ન મંડપમાં અચાનક આગ લાગી હતી. આગ લાગતા જ શુભ પ્રસંગમાં અચાનક દોડ ધામ મચી હતી. લગ્ન પ્રસંગે આવેલા લોકો અહીં ભોજન કરી રહ્યા હતા ત્યારે અચાનક આકસ્મિત આગ લાગતા દોડધામ મચી હતી. આગ લાગવાની ઘટના બાદ લગ્ન સમારંભમાં આવેલા અમુક લોકોએ હિંમત બતાવી અને પીવાના પાણીની બોટલો મારફતે આગ ઓલવવાનો પ્રયત્ન કર્યો હતો.
જો કે, આગ વધુ ફાટી નીકળતા તાત્કાલિક ફાયર બ્રિગેડની ગાડીને બોલાવવામાં આવી હતી. થરાદનગર પાલિકાની ફાયરની ટીમે ઘટના સ્થળે પહોંચી તુરંત જ કામ શરૂ કરી આગ પર કાબુ મેળવી લીધો હતો. આ સમગ્ર ઘટનામાં કોઇ જાન હાની થઇ નથી. આગ શાંત થયા બાદ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. જો કે ક્યાં કારણોસર આગ લાગી તેની ચોક્કસ માહિતી મળી નથી.