• દેશની પ્રથમ મહિલા પેરાલિમ્પિક ટેબલ ટેનિસ સિલ્વર મેડલિસ્ટ ભાવિના પટેલને અર્જૂન એવોર્ડ આપવાની જાહેરાત કરાઈ
  • અર્જૂન એવોર્ડ મેળવવો મારૂ પહેલાથી સપનું રહ્યું છે-ભાવિના પટેલ
  • આવતી કાલે સિલ્વર મેડાલિસ્ટ ભાવિના પટેલને અર્જૂન એવોર્ડ આપીને સન્માનિત કરાશે
  • ખેલાડી ભાવિના પટેલએ આ અર્જૂન એવોર્ડ પોતાના કોચને સમર્પિત કર્યો

WatchGujarat. થોડા સમય પહેલાં ટોક્યો ખાતે યોજાયેલી પેરાલિમ્પિકમાં ગુજરાતના ભાવિનાબેન પટેલે સિલ્વર મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હતો. પેરાલિમ્પિકમાં ટેબલ ટેનિસમાં ભાવિના પટેલે પ્રથમ સિલ્વર મેડલ મેળવ્યું છે. તેમની આ ઐતિહાસિક જીતથી ગુજરાત અને દેશનું નામ દુનિયાભરમાં રોશન થયું છે. ત્યારે સિલ્વર મેડલિસ્ટ ભાવિના પટેલને હવે અર્જૂન એવોર્ડ મળવા જઈ રહ્યો છે. જે દરેક ગુજરાતી માટે ગર્વની વાત છે.

આજ રોજ ભાવિના પટેલને અર્જૂન એવોર્ડ આપવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે. જે અંગે ભાવિના પટેલે જણાવ્યું હતું કે, અર્જૂન એવોર્ડ મને મળે એ મારૂ પહેલાથી જ સપનું રહ્યું છે. હું આ જાણીને ઘણી જ ઉત્સાહિ છું. આવતી કાલે મારૂ આ સપનું પૂરૂ થવા જઈ રહ્યું છે. હું એ ક્ષણની આતુરતાથી રાહ જોવું છું જ્યારે અર્જૂન એવોર્ડ મારા હાથમાં હશે. અને મારૂ નામ અર્જૂન એવોર્ડ પ્રાપ્ત કરનાર ભાવિના પટેલ તરીકે લેવાશે. જે મારા માટે ઘણી જ ગર્વની વાત છે.

આ સાથે તેમણે વધુમાં કહ્યું કે, જ્યારે મને જાણ થઈ કે અર્જૂન એવોર્ડ મને મળવા જઈ રહ્યો છે. ત્યારે મારી ખૂશીનો પાર ન હતો, આ ખુશી હું શબ્દોમાં વ્યક્ત નથી કરી શકતી. જ્યારે ભાવિના પટેલને આ એવોર્ડ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું હતું કે, હું આ એવોર્ડ મારા કોચ સરને ડેડિકેટ કરૂ છું. એમનું હંમેશાથી આ સપનું રહ્યું છે કે મને અર્જૂન એવોર્ડ મળે. અને તેમણે જ આ સ્વપ્ન મને પણ બતાવ્યું. જેથી કરીને આ એવોર્ડ હું તેમને અર્પણ કરૂ છું.

મહત્વનું છે કે ટોક્યો પેરાલિમ્પિકમાં ભાવિનાબેન પટેલે સિલ્વર મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હતો. જે બાદ ગુજરાત સરકાર દ્વારા ભાવિનાને ત્રણ કરોડ રૂપિયા આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. ભાવિના પટેલે મીડિયા સાથેની વાતચીત કહ્યું છે કે, હવે તેમનું લક્ષ આગામી સમયમાં યોજાનાર કોમન વેલ્થ ગેમ્સ, એશિયન ગેમ્સ અને વર્લ્ડ ચેમ્પિયનશિપ રહેશે. જેની તૈયારીમાં તેઓ અત્યારથી જ લાગી ગયા છે. ભાવિના પટેલ કહે છે કે, હું આ તમામ ગેમ્સમાં મારૂ શ્રેષ્ઠ પ્રદર્શન કરીશ. મારે એક એવા ખેલાડી બનવું છે જે સતત મેડલ જીતે. મારો પૂરતો પ્રયત્ન રહેશે કે હું આવનાર સમયમાં 2024માં જે પેરાલિમ્પિક યોજાશે તેમાં પણ આપણા દેશનું નામ રોશન કરું.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud