7 દાયકાથી પરંપરાગત રીતે દીવાળીની રાત્રે ઇંગોરિયા યુદ્ધ જામે છે
ઇંગોરિયાના સ્થાને યુવકો કોકડાથી આ અનોખી જોવા જેવી આતીશબાજી કરે છે.
WatchGujarat. આપણા દેશમાં દિવાળીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે.વિવિધ રીત-ભાતથી દરેક પ્રદેશની દરેક રીત અલગ હોય છે.ગુજરાતની વાત કરીએ તો અહીં નાસ્તા અને ફટાકડા તો હોય છે.સાથે-સાથે લોકો ફરવા માટે નિકળી જાય છે.
પરંતુ વર્ષો પહેલા દિવાળી કંઇક અલગ રીતે ઉજવાતી હતી.જે પરંપરાની ઝલક આપણને આજે પણ ક્યાંક જોવા મળે છે. અમરેલીનાં સાવરકુંડલામાં દિવાળી કંઇક જુદી રીતે ઉજવાય છે.અહીં 70 વર્ષ જૂની પરંપરા આજે પણ જળવાય રહી છે.જી.હા.ગયા વર્ષે કોરોનાને કારણે આ પરંપરા પર રોક લાગી હતી.પરંતુ આ વર્ષો સાવરકુંડલા વાસીઓ ભારે આતુરતાથી દિવાળીની ઉજવણીની રાહ જોઇ રહ્યા છે.તમને સવાલ થશે એવું તે શું થાય છે અહીં કે લોકો આતુરતાથી રાહ જોઇ રહ્યા છે.તો ચલો તમને વિસ્તારથી જણાવીએ કે સાવરકુંડલામાં ઉજવતી દિવાળી ખાસ અને અલગ કેમ છે.
સાવરકુંડલા દિવાળીની રાત્રે રમાઇ છે ઇંગોરિયા યુદ્ધ
અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકામાં 7 દાયકાથી પરંપરાગત રીતે દીવાળીનીં રાત્રે ઇંગોરિયા યુદ્ધ જામે છે, જે પરંપરાને હજી પણ જાળવી રાખવામાં આવી છે. આ લડાઈ જોવા દૂર દૂરથી માણસો સાવરકુંડલા જીલ્લાની અંદર ઉમટે છે.
સાવર અને કુંડલા વચ્ચે રમાઇ છે યુદ્ધ
અહીંના લોકો સાવર અને કુંડલા એમ બે વિભાગની અંદર એટલે કે બે જૂથ ની અંદર વહેંચાઈ જાય છે અને સામસામા ઈંગોરીયા વડે યુદ્ધ કરે છે જેની અંદર ધક્કામુકી એકબીજાને પાછળ ખસેડવા તેમજ ઈંગોરીયાની રોમાંચક લડાઈનો આનંદ લોકો અહીં લે છે, ઘણીવાર અમુક લોકોના કપડામાં પણ આગ લાગી જાય છે.આ નિર્દોષ રમતની અંદર ક્યારે પણ માથાકૂટ થતી નથી લોકો અને સહજતાથી રાતે 10:00 થી સવાર સુધી રમે છે, આ અનોખી લડાઈની રમત આજે પણ રમવામાં આવે છે એ પણ પારંપરિક રીતે.
આ રીતે કરે છે યુદ્ધની તૈયારી
ઇંગોરિયાનું વૃક્ષ લગભગ દસ ફૂટ સુધી હોય છે તેમાં લાગતા ચીકુ જેવાં ફળને ઇંગોરિયા તરીકે ઓળખવામાં આવે છે, ગ્રામ્ય વિસ્તારમાં દિવાળી આવતાં આ એક મહિના પહેલાં જ યુવાનો દ્વારા આ વૃક્ષને શોધીને તેના ફળ તોડીને સૂકવી દેવામાં આવે છે, ત્યાર પછી તેની છાલ ઉપર ચપ્પુ વડે કાણું પાડી અંદર દારૂ-ગંધક-સુરોખાર અને કોલસાની ભૂકી મિશ્રણ ઠસોઠસ ભરી દેવામાં આવે છે.
ત્યારે નદીમાંથી મળેલા અથવા બનાવવામાં આવેલા પથ્થરના ભુક્કાથી આ કાણું બંધ કરી દેવામાં આવે છે, ત્યારબાદ આ ઈંગોરીયું યુદ્ધ કરવા માટે તૈયાર થઈ જાય છે પછી દિવાળીની રાત્રે આવા હજારો ઈંગોરીયા તૈયાર કરી તેને સળગાવીને લડવૈયાઓ આગનું યુદ્ધ રમવા તૈયાર થઈ જાય છે અને સામ-સામા સળગતા ઈંગોરીયા રેકી આ યુદ્ધ કરે છે. જો કે હવે ઇંગોરિયાના વૃક્ષોમાં ઘટ જોવા મળી રહી છે જેથી ઇંગોરિયાના સ્થાને યુવકો કોકડાથી આ અનોખી જોવા જેવી આતીશબાજી કરે છે.
ઈંગોરિયાનાં વૃક્ષ વધારે ડુંગરાળ વિસ્તારમાં જોવા મળે છે. એના વૃક્ષમાંથી ઈંગોરિયાને લેવામાં આવે છે. જોકે વાવાઝોડાને કારણે વૃક્ષો ધરાશાયી થતાં ઈંગોરિયાની આ વર્ષે અછત ઊભી થઈ છે. કોલસો, ગંધક સહિતની સામગ્રી ભરીને ઈંગોરિયાને બનાવવામાં આવે છે, જેની તૈયારી હાલ ચાલી રહી છે. આ વર્ષે ઈંગોરિયાની અછતના કારણે એ મેળવવા મુશ્કેલ બન્યા છે, જેથી ઈંગોરિયારસિયાઓ દ્વારા આ વખતે દોરાની કોકડી લેવામાં આવી છે તેમજ કોલસો, ગંધર સહિત સામગ્રી ભરી ઈંગોરિયાને તૈયાર કરવામાં આવી રહ્યા છે.
- 7 દાયકાથી પરંપરાગત રીતે દીવાળીની રાત્રે ઇંગોરિયા યુદ્ધ જામે છે
- ઇંગોરિયાના સ્થાને યુવકો કોકડાથી આ અનોખી જોવા જેવી આતીશબાજી કરે છે.