• રાજકોટ શહેરમાં મેયરના આદેશ બાદ મુખ્ય માર્ગો પરથી ઈંડા-નોનવેજની લારીઓ હટાવવાનું અભિયાન શરૂ કરાયું
  • આજે સતત ત્રીજા દિવસે પણ ઈંડા-નોનવેજની લારીઓ હટાવવાનું આ અભિયાન યથાવત રહ્યું
  • ડે.કમિશ્નર એ.આર.સિંહ તેમજ એસ્ટેટની ટીમોએ રેંકડી સહિત અમુક પથારા જપ્ત કર્યા
  • આગામી દિવસોમાં કોઈની પણ શહેશરમ વગર આ અભિયાન ચાલુ રાખવામાં આવનાર હોવાનું મેયરે જણાવ્યું

WatchGujarat. શહેરનાં મુખ્ય માર્ગો પરથી ઈંડા-નોનવેજની લારીઓ હટાવવાનું અભિયાન મેયર ડો. પ્રદીપ ડવનાં આદેશ બાદ શરૂ કરવામાં આવ્યું છે. જે આજે સતત ત્રીજા દિવસે પણ યથાવત રહ્યું હતું. અને ડે.કમિશ્નર એ.આર.સિંહ તેમજ એસ્ટેટની ટીમોએ રેંકડી સહિત અમુક પથારા જપ્ત કર્યા હતા. વર્ષો બાદ મેયર ડો. ડવે આ અભિયાન શરૂ કરાવ્યું હોય, શહેરીજનોમાંથી પણ પુષ્કળ આવકાર મળી રહ્યો છે. અને મેયરને શુભેચ્છા આપવા રૂબરૂ પણ જાગૃત નાગરિકો આવવા લાગ્યા છે. ત્યારે આગામી દિવસોમાં કોઈની પણ શહેશરમ વગર આ અભિયાન ચાલુ રાખવામાં આવનાર હોવાનું મેયરે જણાવ્યું છે.

મેયર ડો. પ્રદીપ ડવનાં જણાવ્યા અનુસાર, સતત ત્રીજા દિવસે પણ આ મુદ્દે ગંભીરતા પૂર્વક કામગીરી કરવામાં આવી રહી છે. આ અંગે અગાઉ અનેક ફરિયાદો મળી હતી. જેમાં ધાર્મિક સ્થળો તેમજ સ્કૂલ અને ટ્યુશનનાં કલાસ નજીક નોનવેજ તેમજ ઈંડાની લારીઓ ચાલી રહી હોય તેને બંધ કરાવવા લોકો દ્વારા અરજી કરાઈ હતી. આ બાબતને ગંભીરતાપૂર્વક લઈને આ દિશામાં કામગીરી શરૂ કરવામાં આવી છે. જેમાં જગ્યા રોકાણ અને આરોગ્ય વિભાગ દ્વારા સંયુક્ત રીતે કાર્યવાહી કરવામાં આવી રહી છે. અને કોઈની પણ શેહશરમ વિના મુખ્ય માર્ગો પરથી ઈંડા-નોનવેજની લારીઓ દૂર ખસેડવામાં આવી રહી છે. આ કામગીરી આગામી સમયમાં પણ યથાવત રાખવામાં આવનાર હોવાનું તેઓએ જણાવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, મુખ્યમાર્ગો ઉપર છેલ્લા કેટલાય વર્ષોથી કોઈપણ પ્રકારની રોકટોક વગર ગેરકાયદેસર ધમધમતા નોનવેજનાં હાટડાઓને બંધ કરાવવાનો પ્રજાલક્ષી નિર્ણય રાજકોટનાં લાખો લોકોનાં આરોગ્ય માટે પણ આ નિર્ણય ખૂબ મહત્વનો છે. આ નિર્ણયથી શહેરમાં માંસાહારનું ન્યુસન્સ ઘટશે અને લાખો અબોલ જીવોનો જીવ બચી શકશે. જીવદયાના આ સત્કાર્ય બદલ મેયર ડો. પ્રદિપ ડવનો આભાર એનીમલ હેલ્પ લાઈનનાં મિતલ ખેતાણી, ઘનશ્યામભાઈ ઠકકર, પ્રતિક સંઘાણી, રમેશભાઈ ઠકકર, ધિરેન્દુ કાનાબાર, રજની પટેલ, એડવોકેટ કમલેશભાઈ શાહ, વિષ્ણુભાઈ ભરાડ સહિતની ટીમે વ્યકત કર્યો છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud