- શહેરમાં 24 કલાકમાં દુષ્કર્મની જુદી-જુદી બે ઘટનાઓ સામે આવી
- પ્રથમ બનાવમાં મવડીની નજીક રહેતી પરિણીતા ઉપર નિવૃત ફૌજીએ વારંવાર દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ
- સગીરાને લગ્નની લાલચ આપી પ્રેમીએ દેહ ચૂંથ્યો હોવાની ફરિયાદ
- પોલીસે આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
WatchGujarat. શહેરમાં 24 કલાકમાં દુષ્કર્મની જુદી-જુદી બે ઘટનાઓ સામે આવી છે. જેમાં પ્રથમ બનાવમાં મવડીની નજીક રહેતી પરિણીતા ઉપર નિવૃત ફૌજીએ વારંવાર દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. સગીરાને લગ્નની લાલચ આપી પ્રેમીએ દેહ ચૂંથ્યો હોવાની ફરિયાદ નોંધાતા જ પોલીસે આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રથમ બનાવની વાત કરવામાં આવે તો પરિણીતાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, હું મારા પરીવાર સાથે રહુ છુ અને ઘરકામ કરુ છુ. મારા લગ્ન 2016 માં સમાજના રીત રિવાજ મુજબ થયેલ હતા. અને અમારે હાલ સંતાનમાં હાલ ત્રણ વર્ષનો એક દિકરો છે.આશરે એકાદ વર્ષ પહેલા હુ પડોશમાં રહેતા રાજેશકુમાર પ્રવીણભાઇ જોટાણીયા સાથે ઓળખાણમાં આવી હતી. તેઓ 2019 માં આર્મીમાંથી નિવૃત થયેલ હતા અને અમારા પાડોશી હોવાથી તેઓ અવારનવાર મારા ઘરે આવતા હતા. અને અમારા દિકરા સાથે રમતા હતા.
આજથી આઠેક મહિના પહેલા રાજેશકુમાર અમારા ઘરે આવેલ અને હુ તથા મારો દિકરો ઘરે હતા અને તેઓ મારા દિકરાને રમાડવા લાગેલ અને હુ બાજુમાં બેઠી હતી. ત્યારબાદ આ રાજેશકુમાર મારા શરીરે અડપલા કરવા લાગેલ જેથી મેં તેમને ના પાડવા છતા મારી સાથે જબરદસ્તી કરવા લાગ્યા હતા. તેમજ મેં પહેરેલા કપડા ઉતારી જબરદસ્તી મારી સાથે શરીર સંબંધ બાંધ્યો હતો. બાદમાં રાજેશકુમારે મને ધમકી આપતા કે આ વાત કોઇને કહેતી નહી નહીતર હુ તને સમાજમાં બદનામ કરી નાખીશ.
સમાજમા આબરૂની બીકે મે કોઇને વાત કરી નહોતી. જેનો લાભ લઇ તે અવાર નવાર અમારા ઘરે આવતો હતો. અને ધમકી આપીને મારી સાથે શરીર સંબંધ બાંધતો હતો. ઘણીવાર તેના ઘરે કોઇ હોય નહી ત્યારે મને બોલાવીને મારી સાથે શરીર સંબંધ બાંધતો હતો અને મને ધમકી આપતો હતો કે,આ વાત કોઇને કહેતી નહી નહીંતર તને બદનામ કરી દઇશ તેવી ધમકી આપી હેરાન કરતો હતો. આખરે કંટાળી મે મારા મમ્મીને આ અંગે જાણ કરતા કરતા તેણે મને હિંમત આપેલ અને મારા પતિને વાત કર્યા બાદ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. હાલ પોલીસે આરોપી રાજેશને સકંજામાં લેવા તજવીજ હાથ ધરી છે.
બીજા બનાવમાં રૈયાગામે રહેતી સગીરાને નજીકમાં રહેતા શખ્સે પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરવાની લાલચ આપી સગીરાનું અપહરણ કરી ગયો હતો. ત્યારબાદ બળજબરીથી તેનો દેહ ચૂંથી શરીર સબંધ બાંધતા આ અંગે યુનિવર્સિટી પોલીસ મથકમાં સગીરાની માસીએ આરોપી વૈભવ પરમાર સામે ફરિયાદ નોંધાવી છે. હાલ પોલીસે આરોપી સામે કલમ 363,376 અને પોકસો એકટ હેઠળ ગુનો નોંધી તેને સકંજામાં લઈ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.