• સુરતના વેસુ વિસ્તારમાં આવેલા કોફી શોપમાં ગયેલી વિદ્યાર્થિનીની રહસ્યમય સંજોગોમાં મોત
  • પરિવારનો વિધર્મી યુવક પર ઝેરી દવા પીવડાવી મારી નાંખ્યાનો આક્ષેપ
  • પરિવારે આક્ષેપ કરતાની સાથે જ પોલીસ દોડતી થઇ ગઈ
  • મરનાર યુવતી મૂળ ઓરિસ્સાની રહેવાસી, દીકરીના મોતના સમાચાર સાંભળીને પરિવાર આઘાતમાં આવી ગયો

WatchGujarat. સુરતના વેસુ વિસ્તારમાં આવેલા એક કોફી શોપમાં એક વિદ્યાર્થી અને વિદ્યાર્થીની બેભાન હાલતમાં મળી આવ્યા હતા. બંનેને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં વિદ્યાર્થિનીનું મોત નીપજ્યું હતું. પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે વિદ્યાર્થિનીને તેના વિધર્મી મિત્રએ ઝેર આપીને મારી નાંખી છે. આ આક્ષેપ કરતાની સાથે જ પોલીસ દોડતી થઇ ગઈ છે. મરનાર યુવતી મૂળ ઓરિસ્સાની રહેવાસી હતી.

આ ઘટના સોમવારે મોડી સાંજે બની હતી. જયારે 108 એમ્બ્યુલન્સમાં બે વિદ્યાર્થીઓને શંકાસ્પદ ઝેરી દવા પીધેલી હાલતમાં સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન વિદ્યાર્થિનીનું મોત નીપજ્યું હતું. મરનાર વિદ્યાર્થિનીનું નામ મધુસ્મિતા શાહુ હતું. સુરતમાં ડિંડોલી વિસ્તારમાં રહેતી હતી. અને તે મૂળ ઓરિસ્સાની છે. પરિવારની એકની એક દીકરીના મોતના સમાચાર સાંભળીને પરિવાર આઘાતમાં આવી ગયો હતો.

મરનાર મધુસ્મિતા શાહુ બીએડ કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી હતી. સોમવારે સવારે તે ઘરેથી કોલેજ જવાનું કહીને નીકળી હતી. સાંજે છ વાગ્યા સુધી ઘરે પરત ન આવતા પરિવાર ચિંતામાં હતો. મધુસ્મિતા નો ફોન બંધ આવતા પોલીસે તપાસ શરૂ કઈ હતી. દીકરી આપઘાત કરી જ ન શકે તેવું પરિવારનું કહેવું હતું, કોલેજમાં તેની સાથે અભ્યાસ કરતા મદની નામના વિધર્મી વિદ્યાર્થી બીએના છેલ્લા વર્ષમાં મધુસ્મિતા ને મેસેજ કરીને હેરાન પણ કરતો હતો.

કોફી શોપમાં ગયેલી વિદ્યાર્થીની ટેબલ પર જ ઢળી પડી હતી. પરિવારે આક્ષેપ કર્યો છે કે તેના વિધર્મી મિત્રએ તેમની દીકરીને ઝેર આપીને મારી નાંખી છે. પોલીસે તમામ દિશામાં તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે યુવતીના પરિજનોએ જ્યાં સુધી આરોપી ન પકડાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે. જેના પગલે પોલીસ દોડતી થઈ.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud