• ખેડબ્રહ્માના PSI વિશાલ પટેલની બદલી થતાં ભાવુક દ્રશ્યો સર્જાયા હતા
  • પોલીસ અધિકારીની વિદાય અને તેમના પ્રત્યે સ્થાનિકોનો આવો પ્રેમ ક્યાંય નહીં જોયો હોય
  • એક સાચા પોલીસ અધિકારી અને સ્થાનિક વચ્ચે કેવી આત્મિયતા હોય તેનું આ ઉત્તમ ઉદાહરણ છે
  • આ દ્રશ્યો જોઈને કોઈ નહીં કહે કે ગુજરાતીઓને પોલીસ પ્રત્યે આભીયતા-લાગણી કે ગૌરવ નથી

WatchGujarat. મોટાભાગના લોકોના મનમાં પોલીસ અધિકારીઓને કર્મચારીઓને લઈને એક છાપ ઉભી થઈ ગઈ છે. લોકોને પોલીસ હંમેશા કાયદાનું પાલન કરાવનાર એક કડક અમલદાર જેવી જ લાગતી હોય છે. પરંતુ ખેડબ્રહ્મામાં પોલીસ અધિકારીની વિદાય વેળાએ સર્જાયેલા દ્રશ્યો લોકોની આ માનસિકતાને હટાવી શકે છે. એક સાચા પોલીસ અને સ્થાનિકો વચ્ચે કેવી આત્મિયતા હોય તેનો અનોખો કિસ્સો ખેડબ્રહ્મામાં જોવા મળ્યો હતો. મળતી વિગતો અનુસાર ખેડબ્રહ્માના PSI વિશાલ પટેલની તાજેતરમાં જ બદલી કરવામાં આવી હતી. પરંતુ આ વાત જાણીને ત્યાંના સ્થાનિકો અને પોલીસ સ્ટાફ રડી પડ્યા હતા. કોઈ પોલીસ અધિકારીની આવી વિદાય અને આવો પ્રેમ ભાગ્યે જ જોવા મળે છે.

વિદાય સમારંભમાં સ્થાનિકોની આંખો ભીની થઈ ગઈ

તાજેતરમાં જ ખેડબ્રહ્માના PSI વિશાલ પટેલની બદલી થઈ હતી. જેથી તેમનો વિદાય સમારંભ યોજાયો હતો. આ માટે પોલીસ સ્ટાફે એમનો વિદાય સમારોહનું આયોજન કર્યું હતું. જેમાં આવેલા પોલીસ કર્મીઓ સહિત ખેડબ્રહ્માના સ્થાનિકો પણ જોડાયા હતા. PSI વિશાલ પટેલના વિદાય સમારંભમાં તમામ હાજર સ્થાનિકોની આંખો ભીની થઈ ગઈ હતી. ન માત્ર પોલીસ સ્ટાફ પણ સ્થાનિકો પણ અધિકારીને વિદાય આપતા રડી પડ્યા હતા. અધિકારીની આવી વિદાય અને આવો પ્રેમ ભાગ્યે જ જોવા મળે છે. આ પહેલા કોઈ શિક્ષકની કે અન્ય અધિકારીની વિદાય પર આવા દ્રશ્યો આપણે જોયા હશે. પરંતુ એક પોલીસ અધિકારીની વિદાય પર આવા દ્રશ્યો સર્જાય એવું ભાગ્યે જ બને છે. સામાન્ય રીતે પોલીસ અને પ્રજાના સંબંધો થોડા ગંભીર હોય છે. પણ અહીં પોલીસ અને પ્રજા વચ્ચે એક લાગણી અને પ્રેમ જોવા મળ્યો હતો.

એક PSIની બદલી થાય અને એમાં દરેકની આંખ ભીની થાય એવું તો ભાગ્યે જ જોવા મળે છે. મોટી સંખ્યામાં ખેડબ્રહ્માના લોકો આ પોલીસ અધિકારીને વિદાય આપવા માટે એકઠા થયા હતા. પ્રજાના દિમાગમાં પોલીસની એક છાપ હોય છે. જેમાં ખાખી વર્દીમાં કડક અને કાયદાનું પાલન કરાવતા અધિકારી તરીકે લોકો યાદ કરતા હોય છે. પણ લોકોની લાગણીની પણ પોલીસકર્મીને અસર થાય છે. એવી આ ઘટના ખેડબ્રહ્મામાં જોવા મળી હતી. સહ પોલીસ કર્મચારી અને પોલીસ સ્ટેશનની હદમાં આવતા લોકો સાથેના સારા અને ગાઢ સંબંધને કારણે જ આવું બનતું હોય છે.

કોરોના મહામારીના સમયમાં લોકોની પૂરી નિષ્ઠાથી સેવા કરી હતી

PSI વિશાલ પટેલેને આ સન્માન અને લોકોની લાગણી મળવા પાછળનું કારણ પણ તેમની કર્તવ્ય નિષ્ઠા છે. તમને જણાવી દઈએ કે PSI વિશાલ પટેલે કોરોના મહામારીના સમયમાં તથા લોકડાઉન દરમિયાન લોકોની પૂરી નિષ્ઠાથી સેવા કરી હતી. જેના પ્રતાપે તેમના અને સ્થાનિકો વચ્ચે એક ગાઢ સંબંધ સ્થપાયો હતો. જેથી જ અધિકારીની વિદાય વેળાએ સૌ કોઈ ભાવુક થઈ ગયા હતાં. જો રાજ્યના તમામ અધિકારી આ રીતે કામ કરે તો લોકોમાં પોલીસ પ્રત્યે રહેલી લાગણી બદલાઈ શકે છે. અને લોકો પોલીસને સહકાર અને આદર આપી શકે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud