શહેરમાં રહેતી હિનલ રામાનુજે એક નવતર પ્રયોગ અપનાવ્યો
ઉત્તરાયણનો આ તહેવાર હરિયાળી લાવે તે માટે ખાસ પ્રકારનાં પતંગો હીનલ દ્વારા બનાવવામાં આવ્યા
આ પતંગો અન્ય સામાન્ય પતંગની માફક ઉડાવી ઉત્તરાયણની મોજ લઈ શકાશે
WatchGuujarat. ઉત્તરાયણનાં તહેવારને ગણતરીના દિવસો બાકી છે. ત્યારે શહેરમાં રહેતી હિનલ રામાનુજે એક નવતર પ્રયોગ અપનાવ્યો છે. જેમાં ઉત્તરાયણનો આ તહેવાર હરિયાળી લાવે તે માટે ખાસ પ્રકારનાં પતંગો હીનલ દ્વારા બનાવવામાં આવ્યા છે. આ પતંગો અન્ય સામાન્ય પતંગની માફક ઉડાવી ઉત્તરાયણની મોજ લઈ શકાશે. અને આ પતંગ જમીન ઉપર પડતા તેમાં રહેલા સીડ(બીજ) દ્વારા જે-તે જગ્યાએ વૃક્ષ ઊગી નિકળશે. આમ તહેવારની ઉજવણીની સાથે-સાથે પર્યાવરણની જાળવણી પણ કરી શકાશે.
પોતાના નવતર પ્રયોગ વિશે જણાવતા હીનલે કહ્યું હતું કે, તેઓ હંમેશા તહેવારની ઉજવણી સાથે પર્યાવરણને પણ ધ્યાનમાં રાખે છે. જે અંતર્ગત હાલ ઉત્તરાયણ માટે તેમણે ખાસ પ્રકારની પતંગો બનાવી છે. જેમાં તેમણે વૃક્ષના સીડ(બીજ) મૂક્યા છે. જો કે પતંગ સારી રીતે ઉડી શકે તેનું પણ પૂરતુ ધ્યાન રખાયું છે. આ માટે તેણે પતંગની વચ્ચે કાગળનું પોકેટ લગાવ્યું છે. જેમાં ઓછા વજન ધરાવતાં વૃક્ષોનાં બીજ મૂકયા હોવાથી પતંગનાં કપાઈને જમીન પર પડતા આપમેળે જમીનમાંથી વૃક્ષ ઉગી નીકળે છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, તેમણે આ પતંગમાં જ વૃક્ષારોપણના સ્લોગન પણ લખ્યા છે. અને સીમ્બોલીક વૃક્ષ ડ્રો કર્યા છે. જેથી કરીને આ પતંગ કપાઈને કોઈનાં પણ હાથમાં આવે ત્યારે બીજ મૂકવાનો મેસેજ તેમના સુધી પહોંચી શકે. આ બીજની ખાસિયત છે કે, તેમાં ઓછું પાણી અને માવજત ન થાય તો પણ જમીનમાં ઉગી નીકળે તેવા વડ, પીપળો, માંજર વગેરેનો પ્રયોગ કરવામાં આવ્યો છે. તેમણે આ પ્રકારની અંદાજે 100 કરતા વધુ પતંગો બનાવી હોવાથી એટલા વૃક્ષ ઊગી નીકળવાનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો છે.
ઉલ્લેખનીય છે કે, હીનલ રામાનુજ દ્વારા તહેવારોમાં પર્યાવરણની જાળવણી માટે અવનવા પ્રયોગ કરવામાં આવે છે. આ પહેલા રક્ષાબંધનનાં તહેવાર દરમિયાન તેમણે ખાસ ઇકો ફ્રેન્ડલી રાખડીઓ બનાવી હતી. આ રાખડીઓ ઉપયોગ કર્યા બાદ તેને માટીનાં કુંડામાં મૂકી દેતા તેમાંથી તુલસીનો છોડ ઉગે તે માટે બીજ (સીડ) મુકવામાં આવ્યા હતા. ત્યારે હવે પતંગ માટે પણ તેઓ આવો જ નવતર પ્રયોગ લઈને આવ્યા છે. જેને હાલમાં ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. અને લોકો હીનલનાં આ પ્રયોગને વખાણી રહ્યા છે.