• રવિવારે અમદાવાદથી વારાણસીની ફ્લાઈટમાં મુસાફર બેભાન થઈ જતાં ઈમરજન્સી લેન્ડિંગ કરાયુ
  • અમદાવાદમાં લેન્ડિંગ કરી 38 વર્ષીય મુસાફરને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો
  • સારવાર દરમિયાન મુસાફરને મૃત જાહેર કરાયો, ફલાઇટમાં ઓનબોર્ડ ડોક્ટર ન હોવાથી પ્રાથિમક સારવાર મળી શકી ન હતી
  • આ ફલાઇટ રદ કરી દેવાતા તમામ મુસાફરો રઝળી પડયા

WatchGujarat. અમદાવાદથી વારાણસી જઈ રહેલી સ્પાઈસજેટની ફ્લાઈટને ગત રવિવારે બેવડી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જેમાં ખરાબ વાતાવરણની સાથે સાથે મુસાફર અચાનક બેભાન થઈ જતાં આ ફ્લાઈટને અમદાવાદમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. એક જીવ બચાવવાની આશાએ ફ્લાઈટનું અમદાવાદમાં ઈમરજન્સી લેન્ડિંગ કરાયું હતું, પરંતુ મુસાફરને હોસ્પિટલમાં મૃત જાહેર કરવામાં આવ્યો હતો.

મીડિયા રિપોર્ટ અનુસાર ગત રવિવારે અમદાવાદથી 50થી વધુ મુસાફરો સાથેની સ્પાઈસજેટની ફ્લાઈટ (એસજી 2971) વારાણસી માટે 6.35 કલાકે ટેકઓફ કરવામાં આવી હતી. પરંતુ વારાણસીમાં ગાઢ ધુમ્મસ હોવાને પગલે આ ફ્લાઈટને મધ્ય પ્રદેશથી જ અમદાવાદ પરત લાવવાનો નિર્ણય લેવાયો હતો. આજ સમયે ફ્લાઈટમાં સવાર 38 વર્ષીય એક મુસાફર અચાનક બેભાન થઈ ગયો હતો. જેથી ક્રુ મેમ્બરે કેપ્ટનને મેડિકલ ઈમરજન્સી હોવાની જાણ કરી હતી. સ્પાઈસજેટની આ ફ્લાઈટને ખરાબ વાતાવરણથી ડાયવર્ટ કરતાની સાથે જ મેડિકલ ઇમરજન્સીનો પણ સામનો કરવો પડયો હતો.

નોંધનીય છે કે ચાલું ફલાઇટમાં જ મુસાફર સીટ પર ઢળી પડતા અન્ય સવાર મુસાફરો પણ ગભરાઇ ગયા હતા. જોકે ક્રુ મેમ્બર દ્વારા બેભાન મુસાફરને તેની રીતે સારવાર આપવામાં આવી હતી. આ સાથે અમદાવાદ એર ટ્રાફિક કંન્ટ્રોલર (એટીસી)ને મેડિકલ ઈમરજન્સીનો મેસેજ આપવામાં આવ્યો હતો. જેથી એટીસી દ્વારા અમદાવાદ એરપોર્ટ પર એમ્બ્યુલન્સ સહિત મેડિકલની ટીમ તૈનાત રાખવામાં આવી હતી.

રાત્રે નવ વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ થતાની સાથે જ આ મુસાફરને ૧૦૮માં આઇસોલેટ કરી સિવિલ હોસ્પિટલ લઇ જવાયો હતો. પરંતુ હોસ્પિટલમાં સારવાર દરમિયાન આ મુસાફરને મૃત જાહેર કરાયો હોવાનું મીડિયા અહેવાલમાં જાણવા મળી રહ્યું છે. આ સાથે ફલાઇટમાં ઓનબોર્ડ ડોક્ટર પણ સવાર ન હોવાથી મુસાફરને પ્રાથિમક સારવાર પણ મળી શકી ન હતી, જેના કારણે તેનો જીવ બચાવી શકાયો નહી તેવી વિગતો પણ સામે આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ખરાબ વાતાવરણના પગલે આ ફ્લાઈટ રદ કરી દેવાતા 50થઈ વધુ મુસાફરો રઝળી પડ્યા હતા.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud