સોશિયલ મીડિયાનાં માધ્યમથી યુવતીઓને ફસાવવામાં આવતી હોવાની વધુ એક ઘટના સામે આવી
ગાંધીનગરની યુવતીને સુરતના હીરાઘસુ યુવક સાથે પ્રેમ લગ્ન કરવા ભારે પડ્યા
યુવતીના પિતા પિક્ચરમાં કામ કરતા હોવાથી હીરાઘસુ પ્રેમીને પણ ફિલ્મમાં હીરો બનવાના અભરખા જાગ્યા
પતિ સહિતના દહેજ ભૂખ્યા સાસરીઓ કાર અને 10 તોલા સોનું માંગતા
WatchGujarat. ગાંધીનગરની યુવતીને સોશિયલ મીડિયા થકી સંપર્કમાં આવેલા યુવક સાથે પ્રેમ લગ્ન કરવા ભાગે પડ્યા છે. તાજેતરમાં ગાંધીનગરની યુવતીએ સુરતના દહેજ ભૂખ્યા સાસરિયાઓ વિરુદ્ધ મહિલા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવી છે. જેમાં પીડિતાએ જણાવ્યું છે કે, “તારા પિતાને કહે મને ગુજરાતી ફિલ્મનો હીરો બનાવે” કહીને પતિ તેના પણ અસહ્ય ત્રાસ ગુજારતો હતો.
સોશિયલ મીડિયાનાં માધ્યમથી યુવતીઓને ફસાવવામાં આવતા હોવાની અનેક ઘટનાઓ ઘટી રહી છે. ત્યારે આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. ગાંધીનગરના સેકટર - 2/બી ખાતે રહેતી યુવતીનો સંપર્ક સોશિયલ મીડિયાના માધ્યમથી સુરતના હીરાઘસુ યુવાન ભાર્ગવ હિતેશભાઈ ભરખડા સાથે થયો હતો. સોશિયલ મીડિયાનો આ પરિચય પ્રેમ પરિવર્તિત થતા યુવતીએ તેના પરિવારની મંજૂરી વિના 1 ફેબ્રુઆરી, 2018નાં રોજ ધોરાજી ખાતે ભાર્ગવ સાથે રજીસ્ટર મૅરેજ કરી લીધા હતા. મહત્વનું છે કે દીકરીની જીદ સામે પરિવારજનોએ તેના પ્રેમી ભાર્ગવનો સ્વીકાર કરી બન્નેનાં 9 મી ડિસેમ્બર, 2018નાં રોજ હિન્દુ શાસ્ત્રોકત વિધિ અનુસાર લગ્ન કરાવી આપ્યાં હતાં.
લગ્ન સમયે પરિવારે યુવતીને દર દાગીના, ફર્નિચર સહિતનું કરિયાવર આપ્યું હતું. જે બાદ યુવતી સુરતનાં શેખપૂર ખાતે સાસરીયા સાથે રહેવા લાગી હતી. પરંતુ થોડાક દિવસોમાં જ સાસુ કાંતાબેન, નણંદ સ્નેહાએ ભાર્ગવની ચઢવણી કરવાનું શરૂ કરી દેતાં તેણીને શારીરિક માનસિક ત્રાસ મળવા લાગ્યો હતો. એટલે સુધી કે નણંદ સ્નેહા હર હંમેશ દંપતીની જોડેને જોડે રહેતી હોવાથી નવ યુગલ ભેગા પણ થઈ શકતા ન હતા. એટલું જ નહીં સાસુ અને સસરા હિતેશભાઈએ પુત્રવધૂ પાસે દહેજ પેટે કાર અને 10 તોલા સોનું લઈ આવવા માટે ત્રાસ આપવાનો શરૂ કરી દીધો હતો.
નોંધનીય છે કે યુવતીના પિતા ફિલ્મોમાં કામ કરતા હોવાથી હીરાઘસુ ભાર્ગવને પણ ફિલ્મમાં હીરો બનવાના અભરખા જાગ્યા હતા. જેથી ભાર્ગવ તેની પત્નીને કહેવા લાગ્યો હતો કે તારા પિતા ગુજરાતી પિક્ચરમાં કામ કરે છે તો મને પણ હીરો બનાવી દે. જે શક્ય ન બનતાં ભાર્ગવ પત્નીને વધુને વધુ ત્રાસ આપી દહેજ પેટે રૂપિયાની માંગણી કર્યા કરતો હતો. જો કે પિતાની મરજી વિરુદ્ધ લગ્ન કર્યા હોય યુવતીને મૂંગા મોઢે ત્રાસ સહન કર્યા સિવાય કોઈ આરો બચ્યો ન હતો. એટલે સુધી કે તેણીની બધી વસ્તુઓ પણ નણંદ ઉપયોગ કરવા લાગી હતી. તો સાસુ સસરા પણ હીરાઘસુ પુત્ર ભાર્ગવનો બધો પગાર લઈ લેતા હોવાથી તેણીને પિયરમાંથી ખર્ચના રૂપિયા માંગવા પડતાં હતાં.
યવુતિએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, સાસરિયાના ત્રાસ વચ્ચે મામા સસરા અશોક માધવભાઈ વિસાવાડિયા પણ શેખપૂર આવીને મારા પતિ ભાર્ગવની કાન ભંભેરણી કરી દહેજ માટે ઉશ્કેરતા હતા. આખરે પતિ, સાસુ, સસરા, નણંદ અને મામા સસરાના અસહ્ય ત્રાસથી કંટાળીને તેણીએ દવા પીને જીવન ટૂંકાવી લેવાની કોશિશ પણ કરી હતી. આ તમામ બાબતની જાણ થતાં યુવતીના પિતા તેણીને સુરત જઈને ગાંધીનગર લઈ આવ્યા હતા. જે પછી પણ સમાધાન માટેના પ્રયત્નો નિષ્ફળ રહેતાં આખરે ગાંધીનગરની યુવતીએ સુરતના દહેજ ભૂખ્યા સાસરિયાઓ વિરુદ્ધ મહિલા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવી છે.