• દેશભરમાં મોંઘવારીએ માંઝા મૂકી, પેટ્રેલ-ડીઝલ સહિત રોજિંદી જરૂરીયાતની ચીજ-વસ્તુના ભાવ આસમાને
  • મોંઘવારીની જીવન પર અસર દર્શાવવા હિંમતનગરની મહિલાઓએ અનોખું ભજન પ્રસ્તુત કર્યુ
  • જલારામ ભજન મંડળ દ્વારા પ્રસ્તુત કરવામાં આવેલ “મોંઘવારી વધતી જાય રણછોડરાય કરો ઉપાય” ભજનનો વીડિયો વાયરલ
  • સોશિયલ મીડિયા પર લોકોએ હિંમતનગરની મહિલાઓનું ભજન સાંભળી કહ્યું – હવે તો ભગવાનનો જ ભરોસો

WatchGujarat. દેશના પાંચ રાજ્યોમાં ચૂંટણી પૂર્ણ થતાની સાથે મોંઘવારીએ માંઝા મૂકી છે. છેલ્લા થોડા દિવસોમાં પેટ્રોલ, ડિઝલ, રાંધણ ગેસ, શાકભાજી, દવાઓ વગેરે રોજિંદી જીવનજરૂરીયાતની વસ્તુઓના ભાવ આસમાનો પહોંચ્યા છે. જેના કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. ત્યારે ચિત્તાની ઝડપે વધી રહેલી મોંઘવારીની સામાન્ય જનજીવન પર અસર દર્શાવતું એક ભજન હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયું છે.

સોશિયલ મીડિયામાં મહિલાઓ દ્વારા પ્રસ્તુત કરવામાં આવેલું “મોંઘવારી વધતી જાય રણછોડરાય કરો ઉપાય” વાયુ વેગે વાયરલ થઈ રહ્યું છે. લોકો તેના પણ જુદી-જુદી પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે. મળતી વિગતો મુજબ આ ભજન હિંમતનગરની મહિલાઓ દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યું છે. હિંમતનગર ખાતે આવેલ જલારામ ભજન મંડળની મહિલાઓએ આ ભજનની રચના કરી છે. જેમાં મોંઘવારીની જીવન ઉપર અસર દર્શાવવામાં આવી છે.

આ ભજનના બોલ પરથી જ સ્પષ્ટ થાય છે કે વધતી જતી મોંઘવારીમાં સામાન્ય માણસને હવે ભગવાનનો જ ભરોસો રહ્યો છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા ભજનના વીડિયોમાં મહિલાઓ દવાઓના ભાવ, ખાદ્યપદાર્થો, શાકભાજીના ભાવ, વગેરે વિશે કહે છે. હાલમાં મોંઘવારીના કારણે લોકોને કેટલી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, તે આ ભજનમાં સ્પષ્ટ જોવા મળે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે પેટ્રોલ-ડિઝલના ભાવ બુધવારે 9મા દિવસે 8મી વખત વધ્યા છે. બુધવારે પેટ્રોલ-ડિઝલમાં 80-80 પૈસા વધ્યા છે. આ ઉપરાંત રાંધણ ગેસ, શાકભાજી, ફળ વગેરેના ભાવમાં પણ વધારો ઝીંકાયો છે. મીડિયા અહેવાલ અનુસાર તાજેતરમાં દવાઓના ભાવમાં પણ 10 ટકા જેટલો ભાવ વધારો ઝીંકાયો છે. ત્યારે સામાન્ય લોકો પર મોંઘવારીની બેવડી માર પડી છે. આવા સમયે લોકો માત્ર ભગવાનના ભરોશે છે.

Facebook Comments Box

Videos

Our Partners