ડુમસમાં લગ્ન પ્રસંગના કારણે સુરત એરપોર્ટ પર મોટો અકસ્માત સર્જાતા અટક્યો હતો
લગ્ન પ્રસંગની લાઈટની ફ્લેશથી પાયલોટની આંખ અંજાતા ફ્લાઈટ લેન્ડ ન કરી શક્યો
લેન્ડ કરવામાં તકલીફ ઉભી થતા 45 મિનિટ સુધી ફ્લાઈટ હવામાં ફરતી રહી
પોલીસે લાઈટ બંધ કરાવતા લેન્ડિંગ થયું, 62 યાત્રીના શ્વાસ અધ્ધર
WatchGujarat. સુરતમાં એક લગ્ન પ્રસંગના કારણે મોટો અકસ્માત થતાં અટક્યો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર સુરતના ડુમસમાં લગ્નની લાઈટના કારણે પાઈલોટની આંખ અંજાતા પ્લેન લેન્ડ કરવામાં તરલીફ પડી હતી. જેના કારણે આશરે 45 મિનિટ સુધી ફ્લાઈટ ફરતી રહી. ફ્લાઈટ સમયસર લેન્ડ ન થતાં 62 યાત્રીઓના જીવ તાડવે ચોંટ્યા હતા.
બનાવની મળતી વિગતો અનુસાર ડુમસમાં લગ્ન પ્રસંગના કારણે 5 દિવસ પહેલા સુરત એરપોર્ટ પર મોટો અકસ્માત થતા અટક્યો હતો. ડુમસમાં લગ્ન પ્રસંગની LED હાઈ બીમ લાઈટની ફ્લેશથી પાયલોટની આંખ અંજાઈ ગઈ હતી. જેના કારણે પાઈલોટને ફ્લાઈટ લેન્ડ કરવામાં તકલીફ પડી હતી. આ અંગે એરપોર્ટના અધિકારી સૂત્રોએ મીડિયાને જણાવ્યું હતું કે, 5 દિવસ પહેલા જ ડુમસ વિસ્તારમાં એક લગ્ન પ્રસંગમાં LED હાઈ બીમ લાઈટ મૂકાઈ હતી. જેનો ફ્લેશ ફ્લાઈટના લેન્ડિંગ રૂટમાં આવતો હતો. તે જ સમયે સ્પાઈસ જેટની ફ્લાઈટ આવી હતી.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ ફ્લાઈટના પાઈલોટની આંખમાં ફ્લેશ આવતા લેન્ડિંગમાં તકલીફ પડી હતી. જેથી તેમણે ફ્લાઈટનો રૂટ બદલી ATC ટાવરને જાણ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ATC એ તાકિદે પોલીસ કંટ્રોલ રૂમમાં ફરિયાદ કરતા ડુમસ પોલીસે આકાશમાં દેખાતી ફ્લેશ લાઈટ શોધી હતી. તેમજ લગ્ન પ્રસંગમાં પહોંચી LED હાઈ બીમ લાઈટ બંધ કરાવી હતી. આખરે લાઈટ બંધ થતા ફ્લાઈટ લેન્ડ થઈ હતી. મહત્વનું છે કે આ ઘટનાને પગલે ફ્લાઈટ પોણો કલાક મોડી લેન્ડ થઈ હતી.