• માંડવીના કુશળ કારીગરોએ તૈયાર કરી સૌથી લાંબી લાકડાની બોટ
  • ખાડી દેશના શાહી પરિવારે આ બોટ બનાવવા ઓર્ડર આપ્યો હતો
  • 10 કરોડના ખર્ચે AC રૂમ ધરાવતી આ 207 ફૂટ લાંબી વિશાળકાય બોટ તૈયાર કરાઈ
  • આ વિશાળકાય બોટનો ઉપયોગ માછીમારી માટે કરવામાં આવશે

WatchGujarat. ગુજરાતના માંડવીમાં દેશની સૌથી લાંબી લાકડાની બોટ તૈયાર કરવામાં આવી છે. માંડવીના કુશળ કારીગરોએ તૈયાર કરેલી બોટની લંબાઈ 208 ફૂટ છે. આ વિશાળકાય બોટનો ઓર્ડર ખાડી દેશના શાહી પરિવારે આપ્યો હતો. જેમાં આશરે 10 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ બોટ કદાચ અત્યાર સુધી બનાવવામાં આવેલી તમામ બોટમાં સૌથી લાંબી હશે.

કહેવાય છે કે માંડવીમાં પાછલા 400 વર્ષથી હાથથી વહાણ તૈયાર કરવામાં આવે છે અને માંડવીમાં તૈયાર કરવામાં આવેલા વહાણના વખાણ પણ થતા હોય છે. હવે આ જ માંડવીના દરિયાકિનારે એક લાકડાની બોટ 207 ફૂટની લંબાઈ અને A380 એરબસ સાથે તૈયાર થઈને ઉભી છે. મીડિયા રિપોર્ટ અનુસાર દુબઈના એક શાહી પરિવારે પોતાના ફિશિંગના શોખને પૂરો કરવા માટે આ શાનદાર વહાણ તૈયાર કરાવ્યું છે.

શું છે આ વિશાળકાય બોટની ખાસિયત

  • આ વિશાળકાય બોટ ત્રણ માળની છે.
  • આ બોટમાં આઠ અન્ય બોટનો સમાવેશ થઈ શકે છે.
  • બોટ બનાવવા માટે મલેશિયા અને ઈન્ડોનેશિયાથી લગભગ 23,000 ક્યુબીક મીટર ઈમ્પોર્ટેડ લાકડાનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
  • બોટની અંદર 9 રુમ છે જેમાં AC પણ મૂકવામાં આવ્યા છે. આ ઓરડાઓમાં લગભગ 32 લોકો રહી શકે છે.
  • તેમાં માછલી પકડવામાં આવે તેને ફ્રેશ રાખવા માટે સ્ટોરરુમની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
  • આ બોટનો ઓર્ડર ખાડી દેશના એક શાહી પરિવારે આપ્યો.

અત્રે ઉલ્લેખનીય છે કે કચ્છના માંડવીમાં આ કળા લગભગ 16મી સદીથી ચાલતી આવે છે. સદીઓથી અહીંના લોકો શ્રેષ્ઠ વહાણ તૈયાર કરે છે જેને ઢો તરીકે પણ ઓળખવામાં આવે છે. મોટાભાગે કાર્ગોમાં ઉપયોગમાં લેવામાં આવતી નાવડીઓ અહીં તૈયાર કરવામાં આવે છે. બોટ બનાવવાના કામના અનુભવી કારીગર ઈબ્રાહિમ મિસ્ત્રીએ આ વિશાળકાય બોટ અંગે વાત કરતાં મીડિયાને જણાવ્યું હતું કે, ઈબ્રાહિમ અબ્દુલ રઝાક ઉસ્તાદી તરફથી અમને આ ફિશિંગ શિપ બનાવવાનો ઓર્ડર મળ્યો હતો. જેને બનાવવા માટે અમને ત્રણ વર્ષનો સમય લાગ્યો છે. મહત્વનું છે કે આ બોટને બનાવવામાં 35 અન્ય કારીગરોની મદદ લેવામાં આવી હતી.

બોટ તૈયાર કરવામાં લગભગ 10 કરોડ રૂપિયાનો ખર્ચ થયો

પ્રાપ્ત વિગતો અનુસાર હવે બોટ લગભગ બનીને તૈયાર છે. લાકડાની આ વિશાળકાય બોટ એક મહિનામાં દુબઈ જવા રવાના થઈ જશે. આ પહેલા તેમાં ડીઝલથી ચાલતું એન્જિન ગોઠવવામાં આવશે. ઈબ્રાહિમ મિસ્ત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, આ બોટ બનાવાવનો શરૂઆતમાં ખર્ચ 6.5 કરોડ રૂપિયા હતો. પરંતુ તેના માલિકે તેમાં અન્ય વસ્તુઓ ઉમેરવાનું કહેતા વધુ 3.5 કરોડ રૂપિયા ખર્ચ થઈ ગયો હતો. આ આ બોટ આશરે 10 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવી છે.

આ વિશાળકાય બોટનો ઉપયોગ માછીમારી માટે કરવામાં આવશે

ઈબ્રાહિમ મિસ્ત્રી જણાવે છે કે, પહેલી વાર એવુ બન્યું છે કે ફિશિંગ બોટનો ઓર્ડર મળ્યો છે. એક મોટા જહાજમાં આ બોટને તેના મુકામ પર પહોંચાડવામાં આવશે જેમાં 15-20 દિવસનો સમય લાગી શકે છે. માંડવી શિપ બિલ્ડિંગ ઈન્ડસ્ટ્રીના એક આગળ પડતા વેપારી હાજી જુંજા જણાવે છે કે, આવા ઓર્ડર ભાગ્યે જ મળતા હોય છે. સામાન્યપણે અમને કાર્ગો શિપ બનાવવાના ઓર્ડર મળે છે. ગલ્ફના એક શાહી પરિવાર તરફથી આ ઓર્ડર મળ્યો છે જેમને માછીમારીનો શોખ છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે આ અદ્યતન સુવિધા વાડી બોટનો ઉપયોગ માછીમારીમાં કરવામાં આવશે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud