ફોટોપ્રેમી નેતાઓને ખુશ રાખવા શહેરના વરાછા ઝોન-એ માં જ લાખોના બિલને મંજૂરી અપાઈ
માત્ર વરાછા ઝોનમાં વિવિધ કાર્યક્રમોના ફોટોસેશન પાછળ પાંચ લાખનો ખર્ચ કરાયો
સુરત મનપાના 9 ઝોનની ગણતરી કરીએ તો ખર્ચનો મોટો આંકડો સામે આવશે
WatchGujarat. વિવિધ રાજનૈતિક કાર્યક્રમોમાં લાખોનો ખર્ચ થતો હોય છે. ઘણી વાર આ આંકડો કરોડોમાં પણ સામે આવે છે. રેલીઓ, સભાઓ, ઉદ્ઘાટન કાર્યક્રમ વગેરેમાં પ્રજાના પૈસાથી મોટા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે. પરંતુ સુરત શહેરના વરાછા ઝોન-એ માં તો માત્ર ફોટોસેશન પાછળ જ લાખોનો ધૂમાડો કરાયો હોવાનું મીડિયા રિપોર્ટમાં સામે આવ્યું છે.
મીડિયા અહેવાલમાં મળતી વિગતો અનુસાર માત્ર વરાછા ઝોનમાં વિવિધ કાર્યક્રમોના ફોટોસેશન પાછળ પાંચ લાખનો ખર્ચ કરાયો છે.સેવાસેતુ, ગરીબ કલ્યામ મેળા અને વિવિધ ઉદ્ઘાટન તેમજ ખાતમુહુર્તમાં નેતાઓ સાથે ફોટા પડાવવાની ઘેલછા માત્ર વરાછા ઝોન-એ માં પાલિકાને 1-2 નહીં પણ 5 લાખ રૂપિયામાં પડી છે. આ આંકડો માત્ર એક ઝોનનો છે. જો સુરત મહાનગરપાલિકાના 9 ઝોનની ગણતરી કરીએ તો આ ખર્ચનો આંકડો ક્યાં પહોંચશે તે વિચારવું રહ્યું.
અત્રે ઉલ્લેખનીય છે કે આ સપ્તાહમાં મળેલી જાહેર બાંધકામ સમિતિમાં આ બિલ ચુકવણીને મંજુરી પણ આપી દેવાઈ છે. 18 મીએ જાહેર બાંધકામ સમિતિએ કામ નં-38ની દરખાસ્તને મંજુરી આપી હતી. એજન્ડા પર અધુરી માહિતી સાથેની આ દરખાસ્ત વરાછા ઝોન-એના શહેરી વિકાસ વિભાગે કરેલા 5 લાખ રૂપિયાના બિલની જાણ લેવાની હતી. જોકે આ 5 લાખ રૂપિયા ક્યાં ખર્ચ કરાયા તેના બિલ અને હિસાબ અંગે કોઈ ઉલ્લેખ એજન્ડા પર કરાયો નહતો.
જોકે આ 5 લાખ રૂપિયા કોઈ વિકાસ પ્રોજેક્ટ નિર્માણમાં નહીં પણ સેવાસેતુ, ગરીબ કલ્યાણ મેળા અને ઉદ્ઘાટન ખાતમુહુર્ત કાર્યક્રમોમાં ઉપસ્થિત નેતાઓના પાડેલા ફોટોના બિલ પેટેની ચુકવણીના નિકળ્યા છે. આ આંકડો જોઈને કોઈને પણ આશ્ચર્ય થશે.