• થોડા દિવસ પહેલા જ રાજકોટ આવેલા મુખ્યમંત્રીની સતત સાથે જ રહેનાર પ્રોટોકોલ મામલતદાર ઝાલાનો કોરોનાનો રિપોર્ટ પોઝીટીવ
  • સંભવતઃ ઝાલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પણ અડી ગયા હોવાની ભીતી
  • તેમના કોન્ટેન્ટ ટ્રેસીંગમાં મુખ્યમંત્રીનું નામ પણ આવ્યું
  • CM ભૂપેન્દ્રભાઇનો કોરોના ટેસ્ટ થશે કે કેમ? તેવા સવાલો ઉઠ્યા
WatchGujarat. થોડા દિવસ પહેલા જ રાજકોટ આવેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના કાર્યક્રમની તૈયારીથી માંડી CM ની સતત સાથે જ રહેનાર પ્રોટોકોલ મામલતદાર ઝાલાનો પણ કોરોનાનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. સંભવતઃ ઝાલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પણ અડી ગયા હોવાની ભીતી છે. અને તેમના કોન્ટેન્ટ ટ્રેસીંગમાં મુખ્યમંત્રીનું નામ પણ આવ્યું હોય સી.એમ. ભૂપેન્દ્રભાઇનો કોરોના ટેસ્ટ થશે કે કેમ? તેવા સવાલો ઉઠી રહ્યા છે.
રાજકોટમાં કોરોના વકરતો જાય છે. શાળા- કોલેજ અને સરકારી કચેરીઓમાં પણ આ કાતિલ વાયરસે એન્ટ્રી કરી છે. દરમિયાન સતત લોકોના સંપર્કમાં રહેતા હોય તેવા વધુ એક અધિકારી પ્રોટોકોલ મામલતદાર ઝાલાની તબિયત ગત સપ્તાહે આવેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના કાર્યક્રમ બાદ અચાનક જ લથડી હતી. અને કોરોનાના લક્ષણ દેખાતા ટેસ્ટ કરાયો હતો. જેમા મામલતદાર ઝાલાનો રિપોર્ટ પોઝિટિવ આવતા હોમ ક્વોરન્ટાઇન કરવામા આવ્યા છે.
દરમિયાન સૌથી મોટી ચિંતાનો વિષય એ પણ છે કે, પ્રોટોકોલ મામલતદાર ઝાલા સતત સીએમનાં સંપર્કમાં રહ્યા હતા. તેમના કોન્ટેક્ટ ટ્રેસીંગમાં મુખ્યમંત્રીનું નામ પણ આવ્યું છે. સાથે-સાથે જ અન્ય કેટલાય સરકારી અધિકારીઓને પણ ચેપ લાગ્યો હોય તેવી ભીતી છે. ત્યારે આ તમામ અધિકારી અને પદાધિકારીઓ સહિત મુખ્યમંત્રીનો કોરોના ટેસ્ટ થશે કે કેમ? આ સવાલનો જવાબ તો આવનારો સમય જ આપશે. પરંતુ હાલ તો ભાજપનાં કાર્યક્રમો દ્વારા કોરોના વકરતો હોવાનું વધુ એકવાર સાબિત થયું છે.
Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud