• ભારત-નેપાળ બોર્ડરના હિમાલય વિસ્તારમાં વહેતી “શારદા” નદીને યમુના નદી સાથે જોડાશે
  • કેન્દ્ર સરકારે નદી લિંક યોજના હેઠળ યમુના સાથે જોડવા માટે નેપાળની આ નદીની પસંદગી કરી
  • આગામી 15-20 વર્ષમાં ગુજરાત સહિત 4 મોટા રાજ્યોને આ નદીના પાણીની ભેટ મળશે
  • પ્રોજેક્ટનો ફિઝિબિલિટી રિપોર્ટ તૈયાર, અંદાજે એક લાખ કરોડનો ખર્ચ આવવાની શક્યતા

WatchGujarat. ભારત-નેપાળ બોર્ડરના હિમાલય વિસ્તારમાં વહેતી શારદા નદીને ગુજરાતમાં લાવવાની તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. નદીઓને જોડવાના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ ‘શારદા-યમુના-રાજસ્થાન-સાબરમતી લિંક પ્રોજેક્ટ’ થકી શારદા નદીને યમુના નદી સાથે જોડવામાં આવશે. જેમાં અંદાજે એક લાખ કરોડનો ખર્ચ આવવાની શક્યતા છે.

આ અંગે મળતી વિગતો અનુસાર કેન્દ્ર સરકારે નદી લિંક યોજના હેઠળ યમુના સાથે જોડવા માટે નેપાળની શારદા નદીની પસંદગી કરી છે. આ ‘શારદા-યુમના-રાજસ્થાન-સાબરમતી લિંક પ્રોજેક્ટ’નો ફિઝિબિલિટી રિપોર્ટ તૈયાર થઈ ગયો છે, જેમાં અંદાજે એક લાખ કરોડનો ખર્ચ આવવાની શક્યતા છે. આ પ્રોજેક્ટની કુલ લંબાઈ 1835 કિમી છે. મીડિયા અહેવાલ અનુસાર નેપાળમાં પંચેશ્વર નદી પર બાંધનો પ્રોજેક્ટ પૂરો થયા બાદ આગામી તબક્કાનું કામ આગળ વધી શકે છે. આ પ્રોજેક્ટ અંતર્ગત હિમાલયની નદીઓ તરફથી સમુદ્રમાં વહેતા વધુ પાણીને જરૂરિયાતમંદ રાજ્યો તરફ વાળવાનો પ્રયાસ કરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે શારદા ઉપરાંત ઘાઘરાનદીને પણ યમુના સાથે જોડવા માટે પસંદ કરવામાં આવી છે. મહત્વનું છે કે આ નદીઓને જોડવાની યોજના વર્ષ 1980માં મંત્રાલય દ્વારા તૈયાર કરવામાં આવી હતી. જે વિસ્તારમાં વધુ પાણી છે તે વિસ્તારમાંથી ઓછા પાણીની ઉપલબ્ધતાવાળા વિસ્તારમાં પાણી લાવવાના હેતુથી આ યોજના તૈયાર કરવામાં આવી છે.

કઈ રીતે શારદા નદીનું પાણી ગુજરાત પહોંચશે

જો બધું જ કામ આયોજન મુજબ થશે તો આગામી 15-20 વર્ષમાં ગુજરાત સહિત ઉત્તરપ્રદેશ, હરિયાણા, રાજસ્થાન જેવા મોટા રાજ્યોને આ નદીના પાણીની ભેટ મળશે. નેપાળમાં શારદા નદી પર 5 જળાશયો બનાવવામાં આવશે. જેમાંથી વધુ પાણી પહેલા ઉત્તરાખંડથી યમુના નદીમાં લાવવામાં આવશે. ત્યારપછી આ પાણીને કેનાલ મારફતે રાજસ્થાનની સુકલી નદીમાં લઈ જવામાં આવશે. સુકલીથી આ પાણી અમદાવાદની સાબરમતી નદીમાં પાણી પહોંચશે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud