• સુરતમાં ફાયર વિભાગને બનશે અત્યાધુનિક
  • આજે ફાયર વિભાગ માટે રોબોટિક ફાયર મશીન ખરીદવામાં આવ્યું
  • મેયર અને સ્થાયી સમિતિ અધ્યક્ષની હાજરીમાં લોકાર્પણ કરાયું
  • રોબોટિક મશીનની કિંમત 1.42 કરોડ

WatchGujarat. સુરતમાં ફાયર વિભાગને અત્યાધુનિક કરવામાં આવી રહ્યું છે. આજે ફાયર વિભાગ માટે રોબોટિક ફાયર મશીન ખરીદવામાં આવ્યું છે. જેનું લોકાર્પણ આજે મેયર અને સ્થાયી સમિતિ અધ્યક્ષ પરેશ પટેલની હાજરીમાં કરવામાં આવ્યું હતું

સુરતમાં છાશવારે આગ લાગવાના બનાવો સામે આવી રહ્યા છે. ત્યારે કેટલીક જગ્યાઓ પર ફાયર વિભાગને આગ પર કાબુ મેળવવા માટે ભારે હાલાકી ભોગવવી પડે છે. કેટલીક સાંકડી ગલીઓમાં ફાયર વિભાગની ગાડીઓ અંદર જઈ શક્તિ નથી ત્યારે હવે ફાયર વિભાગ માટે અત્યાધુનિક રોબોટિક મશીન ખરીદવામાં આવ્યું છે. જેના થકી સાંકડી ગલીઓમાં આ મશીન જઈ શકશે અને આગ પર કાબુ મેળવવામાં સરળતા રહેશે આજે આ રોબોટિક મશીનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત તેનું ડેમો સ્ટેશન પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મેયર હેમાલી બેન બોઘાવાલા સ્થાયી સમિતિ અધ્યક્ષ પરેશ પટેલ અને ચીફ ફાયર ઓફીસર બસંત પારીખ સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા.

ચીફ ફાયર ઓફિસર બસંત પારીખે જણાવ્યું હતું કે આ રોબોટની ખાસીયત એ છે કે આમાં એક મોનીટર છે. મોનીટરનું ડીસ્ચાર્જ 4 હજાર લીટર 52 મિનીટ છે. 210 મીટર સુધી રીમોટથી ફાયર ફાઈટીંગ કરી શકાશે. આમાં બે કેમેરા લગાવામાં આવ્યા છે. એક થર્મલ કેમેરો પણ છે. જેથી કોઈ રાત્રીના સમયે કે ધુમાડામાં ફસાયું છે કે તેની માહિતી પણ મેળવી શકાશે. આ રોબોટિક મશીનની કિંમત 1.42 કરોડ  છે. આ મશીનની અંદર જનરેટર પણ છે અને તેનું 8 કલાકનું બેકઅપ પણ છે.

Facebook Comments Box

Videos

Our Partners