• શહેરના માર્કેટિંગ યાર્ડ ખાતેથી ‘રાઈ’માં ભેળસેળનું કૌભાંડ ઝડપાયું
  • મનપાનાં આરોગ્ય વિભાગની તપાસમાં ફેંકી દેવાની ‘રાઈ’ ઉપર કલર ચડાવી વેંચાણ થતું હોવાનું સામે આવ્યું
  • દોઢ ટનથી વધુનો જથ્થો સીઝ કરવામાં આવ્યો, પ્રોસેસિંગ યુનિટ સીલ કરવામાં આવ્યું

WatchGujarat. હાલમાં મસાલાની સિઝન ચાલી રહી છે. જે અંતર્ગત મનપાનાં આરોગ્ય વિભાગ દ્વારા બે દિવસથી મસાલાનાં વેપારીઓને ત્યાં ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. ત્યારે આજે આરોગ્ય વિભાગ દ્વારા માર્કેટિંગ યાર્ડ ખાતેથી ‘રાઈ’માં ભેળસેળનું કૌભાંડ ઝડપી પાડવામાં આવ્યું હતું. જેમાં ફેંકી દેવાની ‘રાઈ’ ઉપર કલર ચડાવી વેંચાણ થતું હોવાનું સામે આવ્યું હતું. જેને પગલે દોઢ ટનથી વધુનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે.

નાયબ આરોગ્ય અધિકારી ડો. પંકજ રાઠોડનાં કહેવા મુજબ, આરોગ્ય વિભાગ દ્વારા અલગ અલગ મસાલા માર્કેટ અને એજન્સીમાં દરોડા પાડવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત આજે જૂના માર્કેટિંગ યાર્ડમાં આવેલી રાઘવ એજન્સીમાં આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા હતા. અહીં એજન્સીનો માલિક હલકી ગુણવત્તાની રાઈમાં કલર ચડાવી વેચતો હોવાનો પર્દાફાશ થયો છે. જેને પગલે દોઢ ટનથી વધુનો જથ્થો સીઝ કરી તેનું પ્રોસેસિંગ યુનિટ સીલ કરવામાં આવ્યું છે.

વધુમાં ડો. પંકડ રાઠોડે જણાવ્યું કે, આ એજન્સીમાં પાણીની ટેન્કમાં કલર મિક્સ કરવામાં આવતો હતો. બાદમાં રાઈમાં ભેળવી પેકિંગ કરવામાં આવતું હતું. આ એવી રાઇ હતી જે ફેંકી દેવાની હોય. તેના બદલે તેઓ રાઇ પર કલર ચઢાવીને સારી ક્વોલિટીની રાઈ કહી બજારમાં વેચાણ કરતા હતા. આવી રાઇ સ્વાસ્થ્ય માટે જોખમી છે. આ રાઈ ખાવાથી ઝાડા-ઊલટી, પેટના રોગો, ઇન્ફેક્શન, તેમજ કેન્સર થવાની પૂરેપૂરી શક્યતા છે. જેને લઈ અંદાજિત દોઢ ટનથી વધુનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે. આરોગ્ય વિભાગ દ્વારા ‘રાઇ’ના નમૂના લઇને લેબોલેટરીમાં પરીક્ષણ અર્થે મોકલવામાં આવ્યા છે. જેનો રિપોર્ટ આવ્યે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે.

Facebook Comments Box

Videos

Our Partners