• સુરત જિલ્લા કલેક્ટર દ્વારા ગોઠવાયું સુચારૂ આયોજન
  • વિદ્યાર્થીઓ માટે લેવામાં આવ્યો મહત્વનો નિર્ણય, વિદ્યાર્થીઓ જે સ્કુલમાં ભણે છે ત્યાં જ તમામ વ્યવસ્થા ઉભી કરાશે
  • ઉચ્ચ અભ્યાસ માટે જરૂરી આવકના દાખલા મેળવવા વિદ્યાર્થીઓ કે વાલીઓને લાંબી કતારોમાં ઉભા રહેવાથી મળશે મુક્તિ
  • હવે વિદ્યાર્થીઓને તેમની સ્કૂલમાંથી જરૂરી આવકના દાખલા મળી રહેશે

WatchGujarat. શૈક્ષણિક સત્રની સાથે જ પ્રવેશ માટે તેમજ મકાન મેળવવા માટે આવકના દાખલા સહિતના જરૂરી ડોક્યુમેન્ટ્સ મેળવવા માટે નાગરિક સુવિધા કેન્દ્ર પર જોવા મળતી લાંબી લાંબી કતારોમાંથી હવે લોકોને મહદઅંશે મુક્તિ મળશે. કારણે કે એક સુચારુ આયોજન સુરત જિલ્લા કલેકટર દ્વારા ગોઠવવામાં આવ્યું છે.

સુરત શહેરમાં આવાસમાં મકાન મેળવવા માટે મા અમૃતમ કાર્ડ ઉપરાંત સરકારની વિવિધ યોજનાઓ માટે આવકના દાખલા જરૂરી છે. જે હાલમાં શહેરની પાંચેય મામલતદાર કચેરીના ઉપલબ્ધ છે. જેને મેળવવા જનસેવા કેન્દ્રમાં દાખલા માટે લાઇનો રહે છે . તેવા સમયે ઉચ્ચ અભ્યાસ માટે જરૂરી આવકના દાખલા મેળવવા વિદ્યાર્થીઓ કે વાલીઓએ પણ કલાકો સુધી લાઇનમાં ઉભા રહીને સમય બગાડવો પડે છે. પરંતુ હવે સુરત જિલ્લા કલેકટર આયુષ ઓક દ્વારા નવુ આયોજન કરીને વિદ્યાર્થીઓ જે સ્કુલમાં ભણે છે . તે જ સ્કુલમાંથી આવકના દાખલા મળી રહે તે માટેની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે .

સીટી પ્રાંત ઓફિસર જી.વી. મિયાણીના જણાવ્યા પ્રમાણે બોર્ડના પરિણામ બાદ વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે જરૂરી આવકના દાખલા હવે વિદ્યાર્થીઓને તેમની સ્કૂલમાંથી મળી જશે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. હવે વિદ્યાર્થીઓએ કે વાલીઓએ સ્કુલમાં જઇને આવકના દાખલાનું ફોર્મ સાથે જરૂરી પુરાવા અને વિદ્યાર્થીનો ફક્ત એક ફોટો રજુ કરવાનો રહેશે . અને સંબંધિત તલાટી દ્વારા આ તમામ પુરાવાઓ ચકાસણી કર્યા પછી વિદ્યાર્થીઓના ફોટાના આધારે જ આવકનો દાખલો તૈયાર કરવામાં આવશે. . તેમજ વિદ્યાર્થીઓએ કયાંય પણ ગયા વગર સ્કુલમાંથી જ આવકના દાખલો મળી જશે .

ભવિષ્યમાં પણ આવકના દાખલા બાદ નોન ક્રિમિલીયર સર્ટિફિકેટ પણ સ્કુલમાંથી જ મળી રહે તેવુ આયોજન વિચારવામાં આવી રહ્યુ છે . આ નવુ આયોજન હોવાથી સ્કુલ સાથે સરળતાથી આયોજન કરી શકાય તે માટે સુરત જિલ્લા કલેકટર દ્વારા સુરત જિલ્લા શિક્ષણાધિકારીને આ કામગીરી માટે નોડલ ઓફિસર બનાવવામાં આવ્યા છે.

Facebook Comments Box

Videos

Our Partners