• આજથી સૌરાષ્ટ્ર યુનિ. દ્વારા નવા શૈક્ષણિક સત્રની સાથે BA, Bcom સહિતનાં કોર્ષની પરીક્ષાનો પ્રારંભ
  • સૌથી વધુ 18,401 ઉમેદવારો Bcom જ્યારે BAમાં 15,056 ઉમેદવાર પરીક્ષાઓ આપી રહ્યા છે
  • આજે પોતાના લગ્ન હોવા છતાં  શિવાંગી બગથરિયા નામની કન્યા પાનેતર પહેરીને આ પરીક્ષા આપવા પહોંચી
WatchGujarat. આજથી સૌરાષ્ટ્ર યુનિ. દ્વારા નવા શૈક્ષણિક સત્રની સાથે BA, Bcom સહિતનાં કોર્ષની પરીક્ષાનો પ્રારંભ કરાયો છે. જેમાં 53,959 વિદ્યાર્થીઓની કસોટી આપી રહ્યા છે. આ પૈકી સૌથી વધુ 18,401 ઉમેદવારો Bcom જ્યારે BAમાં 15,056 ઉમેદવાર પરીક્ષાઓ આપી રહ્યા છે. ત્યારે આજે પોતાના લગ્ન હોવા છતાં  શિવાંગી બગથરિયા નામની કન્યા પાનેતર પહેરીને આ પરીક્ષા આપવા પહોંચી હતી. અને લગ્ન જેટલું મહત્વ પરીક્ષાનું હોવાનું જણાવ્યું હતું. તો તેના થનાર પતિ તેણીને એકઝામ સેન્ટરે મુકવા આવ્યા હતા. અને તેણે અભ્યાસનું મહત્વ સમજતી યુવતિ સાથે પોતાના લગ્ન થવા જઈ રહ્યા હોવા બાદલ જાતને ભાગ્યશાળી કહી હતી.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં દિવાળી વેકેશન ખૂલતાની સાથે જ આજથી અલગ અલગ 35 પરીક્ષા શરુ થવા પામી છે. જેમાં 130 પરીક્ષા કેન્દ્ર પરથી 53959 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. આજથી શરૂ થનાર પરીક્ષા આ પહેલા 18 ઓક્ટોબરથી લેવા નિર્ણય કર્યો હતો. જો કે વિદ્યાર્થીઓએ વિરોધ નોંધાવતા આજથી પરીક્ષા શરૂ કરવામાં આવી છે. જેથી વિદ્યાર્થીઓને વાંચનનો પૂરતો સમય મળેલ છે. આજે ઓલ્ડ ન્યૂ કોર્સના સેમેસ્ટર 3,5 અને 7 ની પરીક્ષા લેવા માટે સૌરાષ્ટ્ર યુનિવર્સીટી દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.
સૌરાષ્ટ્ર યુનિ. દ્વારા લેવામાં આવી રહેલી પરીક્ષાઓમાં બી.કોમ. રેગ્યુલર-એક્સ્ટર્નલ વર્ષ 2016 અને 2019 ના 18401 જયારે બી.એ.માં 15056 વિદ્યાર્થીઓની પરીક્ષાનો સમાવેશ થાય છે. આ સિવાય સેમ.5 ના બી.એસસી.ના 4279, બી.સી.એ.ના 2522, બી.બી.એ.ના 2452, એલ.એલ.બી.ના 1822 છાત્રોની પરીક્ષા લેવામાં આવશે. આ ઉપરાંત બી. એ.એલ.એલ.બી. સેમ.3ના વર્ષ 2021 ના 1, સેમ.4 અને 7 ના 2015 ના વર્ષના 1-1 જયારે સેમ.9 ના 1 છાત્ર પરિક્ષા આપશે.
ઉલ્લેખનીય છે કે પરીક્ષા આપવા આવતા વિદ્યાર્થીઓ પૈકી કેટલા વિધાયર્થીઓ વેક્સિનેટેડ છે અને કેટલા નથી તે અંગે કોઇ માહિતી યુનિવર્સિટી પાસે ઉપલબ્ધ નથી. આ સાથે ઓફલાઇન પરીક્ષામાં કોઇ વિદ્યાર્થી કોરોના સંક્રમિત થશે તો તેની જવાબદારી કોણ લે શે તે અંગે પણ સવાલો વિદ્યાર્થીઓ અને વાલીઓના મનમાં સતાવી રહ્યા છે. જોકે હાલ તો છાત્રોએ તમામ સવાલો વચ્ચે પરીક્ષા આપવાનું શરૂ કરી દીધું છે. તો સદનસીબે હજુસુધી કોઈ છાત્ર સંક્રમિત હોવાનું સામે નહીં આવતા યુનિ. તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો છે.
Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud