• નિઝામપુરા વિસ્તારમાં ધોળે દિવસે ગાડીનો કાચ તોળી થઈ ચોરી
  • તસ્કરો અલગ-અલગ ચીજવસ્તુઓ તેમજ રોકડ મળી કુલ રૂ.2.22 લાખની ચોરી કરી ગયા
  • ઘોળા દિવસે ખુલ્લા રોડે ચોરી થતા પોલીસની કામગીરી પર અનેક સવાલો ઉઠયા
  • ફતેગંજ પોલીસે ચોરી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી

WatchGujarat. વડોદરા શહેરમાં ગુનાખોરી ખુબ તેજીથી વધી રહી છે, રોજે રોજ ઠેર ઠેર જગ્યાએ ગુનાઓનું પ્રમાણ વધી રહ્યું છે. તેમજ વડોદરા શહેર હવે ગુનાઓનું એપીસેન્ટર બની ગયું હોય તેમ લાગે છે. તસ્કરો રાત્રે તો ત્રાટકતા હતા પણ હવે તે ધોળા દિવસે પણ ચોરીને અંજામ આપી રહ્યા છે. ગત રોજ નિઝામપુરા વિસ્તારમાં તસ્કરોએ રસ્તે ઉભી ગાડીનો કાચ તોડી ચીજવસ્તુઓ તેમજ રોકડ મળી કુલ રૂ.2.22 લાખની ઉઠાંતરી કરી હતી. બનાવના અંગે ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ચોરીની કલમો હેઠળ ગુનો નોંધાયો છે.

સમગ્ર મામલાની વિગત એવી છે કે, વડોદરા શહેરના સમતા વિસ્તારમાં આવેલ અંકુર એપાર્ટમેન્ટમાં રહેતા સુજલ ગીરીશભાઈ ભટ્ટ (ઉ.36 વર્ષ) એક જીમમાં હેડ ઓફ ધી ડિપાર્ટમેન્ટ તરીકે નોકરી કરે છે. ગત રોજ બપોરના એક વાગ્યાના અરસામાં સુજલ તાંસ્કદ સોસાયટી મહેસાણનગર સર્કલ ખાતે તેના સસરાના ઘરે બાળકોને લેવા ફોર વ્હીલર લઈને ગયો હતો.

સુજલે તેની ગાડી તાસ્કદ સોસાયટીની બહાર રોડ પર પાર્ક કરી હતી. આ વખતે તસ્કરોએ મોકાનો ફાયદો ઉઠાવી રસ્તે પડી રહેલી ગાડીને નિશાન બનાવી હતી. અને ગાડીનો પાછળના દરવાજાનો કાચ તોળી અંદરથી બે બેગ ઉઠાવી ગયા હતા. જે બેગમાં રોકડ રૂ.1.70 લાખ તથા લેપટોપ, મોબાઈલ, ક્રેડીટ કાર્ડ વગેરે જેવુ મળી કુલ રૂ.2.22 લાખ જેવું માલસામન હતો. આ સમગ્ર બનાવ અંગે ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે ચોરી સહિતની કલમો હેઠલ ગુનો નોંધી તસ્કરોને પકડી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

ધોળા દિવસે તથા ખુલ્લા રોડ પર ગાડીનો કાચ તોડી રોકડ તેમજ અલગ અલગ ચીજવસ્તુઓની ચોરી થતા સ્થાનિક પોલીસની કામગીરી પર અનેક પ્રકારના સવાલો ઉઠ્યા છે.

Facebook Comments Box

Videos

Our Partners