• જેતપુરમાં લોનધારક યુવાન મામલતદાર પાસે વિચિત્ર માંગ લઈ પહોંચ્યો
  • ફાઈનાન્સ કંપનીની લોન ભરવા રૂપિયા ન હોવાથઈ યુવાને પોતાની કિડની વેચવા મંજૂરી માંગી હતી
  • ચાર વર્ષ પહેલા મકાન માટે યુવાને ફાઈનાન્સ કંપની પાસેથી લોન લીધી હતી
  • લોનના હપતા નિયમિત ભરતાં હોવા છતાં ફાઈનાન્સ કંપની દ્વારા હેરાનગતિ કરાતી હોવાનો યુવાનનો આક્ષેપ

WatchGujarat. સામાન્ય નાગરિક ઘર અને શિક્ષણ વગેરે માટે બેંક તેમજ ફાઈનાન્સ કંપનીમાંથી લોન લેતા હોય છે. પરંતુ ઘણી વાર આ લોનના હપતા ભરતાં-ભરતાં લોકો ભારે મુશ્કેલીમાં મુકાઈ જતાં હોય છે. કારણ કે ફાઇનાન્સ કંપનીઓની ઊંચા વ્યાજની લોન લીધા પછી તેને ભરપાઈ કરવામાં ભલભલા હાંફી જાય છે. અને હપ્તા સમયસર ન ભરાતા કંપની દ્વારા લોનધારકને પરેશાન કરવામાં આવતા હોવાના ઘણા કિસ્સા સામે આવ્યા છે. કેટલાંક લોકો આ હેરાનગતિથી કંટાળીને જીવન પણ ટૂંકાવી લેતા હોય છે. આવું જ કંઈક જેતપુરના એક યુવક સાથે બન્યું છે. મળતી વિગતો અનુસાર જેતપુરમાં ફાઇનાન્સ કંપનીની લોન ભરવા માટે રૂપિયા ન હોવાથી એક મામલતદાર પાસે પહોંચી ગયો હતો અને પોતાની કિડની વેચવા મંજૂરી માંગી હતી.

આ અંગે મળતી માહિતી અનુસાર પ્રફુલભાઈ યાદવ જેતપુરના ટાકુંડીપરા વિસ્તારમાં રહે છે. પ્રફુલભાઈએ મામલતાદરને અરજૂ કરી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, ચાર વર્ષ પહેલા મકાન માટે તેમણે રાજકોટની વાસ્તુ ફાઈનાન્સ નામની કંપની પાસેથી લોન લીધી હતી. આ લોનના તેઓ નિયમિત હપતા ભરી રહ્યા છે. તેમ છતાં વાસ્તુ ફાઈનાન્સ કંપની તેમણે પરેશાન કરી રહી છે. મહત્વનું છે કે કોરોનાકાળમા ઘણા લોકોને આર્થિક મુશ્કેલીઓનો સામનો કર્યો હતો. જેમાં પ્રફુલભાઈની પણ કોરોનાકાળ બાદ આર્થિક સ્થિતિ નબળી બની હતી. જેથી ફાઈનાન્સ કંપનીના લોનના હપ્તા ભરપાઈ માટે તેઓ કિડની વેચવા માટે મજબૂર બન્યા છે. આ કારણથી જ પ્રફુલભાઈએ આજે મામલતદારને પત્ર લખીને કિડની વેચવા માટેની મંજૂરી માંગી હતી.

ફાઈનાન્સ કંપની દ્વારા છેતરપીંડી અને વિશ્વાસઘાત કર્યો હોવાના આક્ષેપ

મામલદાર પાસે પોતાની કિડની વેચવાની પરવાનગી માંગવા માટે પહોંચેલા પ્રફુલભાઈએ જણાવ્યું હતું કે, અમારી આર્થિક સ્થિતિ નબળી છે. લોનના નિયમિત હપ્તા ભરતા હોવા છતાં કંપની દ્વારા હેરાનગતી કરવામાં આવી રહી છે. તેમણે વધુમાં જણાવ્યું કે, ફાઈનાન્સ કંપની દ્વારા અમારી જોડે છેતરપીંડી અને વિશ્વાસઘાત કર્યો છે. અમે આ અંગે ઉચ્ચ અધિકારીઓને લેખિત ફરીયાદો પણ કરી છે. તેમ છતાં હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. ઉલટાનું વાસ્તુ ફાઈનાન્સના સાહેબો દ્વારા ધાકધમકી મળતી હોવાનું તેઓએ જણાવ્યું હતું. નોંધનીય છે કે આ કારણસર પ્રફુલભાઈના પરિવારના સભ્યો ભયભીત સ્થિતિમાં છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આ મામલે પોલીસ પણ મદદ કરતી ન હોવાથી પરિવારનું રક્ષણ જોખમાય તે પહેલાં મામલતદારને લેખીત અરજી કરવામાં આવી છે. આ અરજીમાં પ્રફુલભાઈએ જણાવ્યું છે કે, અમારૂ શરીર સ્વસ્થ છે. જેથી આ લોનના બાકી નીકળતા નાણાં ચુકવવા માટે અમે અમારી કિડની વેચવાનું નક્કી કર્યું છે. અમારા પરિવારનું ગુજરાન ચલાવવા અને બાળકોની સ્કુલ ફી ભરવા માટે કિડની વેચવાની મામલતદાર પાસે મંજૂરી માંગવામાં આવી છે. એટલું જ નહીં કિડની જાહેરમાં વેચવા માટે સોશિયલ મિડીયા દ્વારા જાહેરાત આપવા મંજુરી આપવામાં આવે. તેમજ અત્યારે હપ્તા ભરી શકીએ તેવી સ્થિતિ ન હોવાથી અમારા ચેક રિટર્ન થાય અથવા પેનલ્ટી લાગે અને બેન્ક ક્રેડિટ ખરાબ થાય તે માટેની બધી જવાબદારી વાસ્તુ ફાઈનાન્સની રહેશે તેવું પ્રફુલભાઈએ અરજીમાં જણાવ્યું હતું.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud