શહેરના ચોકબજાર નજીક મોપેડસવાર યુવાનનું ગળું દોરાથી કપાયું
પતંગના કાતિલ દોરાથી ડાબા હાથની આંગળી અને ગળું કપાતા યુવકને ઈજા
યુવક સમયસર હોસ્પિટલમાં પહોંચી જતા બચાવ થયો, ગળાના ભાગે 6 ટાંકા આવ્યા
બે વર્ષ અગાઉ પતંગના દોરાથી ગળું કપાતા એક યુવાનને મરતા જોયો હતો- ઈજાગ્રસ્ત યુવક
WatchGujarat. ઉત્તરાયણનો પર્વ નજીક આવતાની સાથે જ રાજ્યમાં અનેક જગ્યાએ પતંગના દોરાથી ગળું કપાવાના કિસ્સા સામે આવી રહ્યાં છે. જેમાં આજે સુરતના એક યુવકનું પતંગના દોરાથી ગળું અને આંગળી કપાઈ હતી. જોકે સદનસીબે યુવકનો જીવ બચી ગયો હતો. પરંતુ તેના ગળાના ભાગે છ ટાંકા લેવા પડ્યા હતા.
ગઈકાલે રવિવારે સાંજના સમયે સુરતના 27 વર્ષીય યુવક મોહમદ અલી સુલેમાન સાહબ શેખ (રહે. ક્રિષ્ણા સોસાયટી, ઈચ્છાપોર) પતંગના દોરાથી ઈજાગ્રસ્ત થયો હતો. પરંતુ સમય સૂચકતા દાખવીને યુવક શહેરની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે પહોંચ્યો હતો. જ્યાં તબીબોને મોહમદ અલી સુલેમાને જણાવ્યું હતું કે, ગઈકાલે હું મોપેડના સ્પેરપાર્ટ લેવા માટે ચોકબજાર વિસ્તારમાં આવ્યો હતો. આ સમયે ચોકબજાર કિલ્લા પાસે ઉભો રહી ગળા પર રૂમાલ બાંધી રહ્યો હતો. ત્યારે સામે બાઈકના હેન્ડલમાં ફસાયેલા પતંગનો દોરો આગળ ખેંચાતા મારા ગળામાં ફસાયો હતો. જેને કાઢવા માટે ડાબો હાથ આગળ કરતા મારી ત્રીજી આંગળીની સાથે ગળાના ભાગે લાંબો ચીરો પડી ગયો હતો.
મોહમદ અલી સુલેમાને વધુમાં કહ્યું કે, બે વર્ષ અગાઉ મારી નજર સામે ઓએનજીસી બ્રિજ ઉતરા બાઈકસવાર એક યુવકનું પતંગના દોરાથી ગળું કપાતા મોતને ભેટતા જોયો હતો. ત્યારથી પોતે ઉત્તરાયણના દિવસોમાં સતર્ક રહે છે તેમ છતાં આજે આવી જ ઘટના મારી સાથે બની હતી. જોકે સદનસીબે મારો બચાવ થયો હતો.
મહત્વનું છે કે પતંગના કાતિલ દોરાથી ડાબા હાથની આંગળી અને ગળું કપાયા બાદ પણ યુવકનો બચાવ થઈ શક્યો છે. આ અંગે સીએમઓ ડો. ઉમેશ ચૌધરીએ જણાવ્યું હતું કે, આ યુવક સમયસર હોસ્પિટલમાં પહોંચી જતા તેને દાખલ કરવાની નોબત આવી નથી. પતંગના દોરાથી તેના ગળાના ભાગે લાંબો ચીરો પડતા છ ટાંકા મરાયા હતા. પરંતુ તેનો જીવ બચી ગયો છે. ઉલ્લેખનીય છે કે ઉત્તરાયણ પર્વમાં પતંગના દોરાથી ઘણા લોકો ઈજાગ્રસ્ત થતાં હોય છે. એટલું જ નહીં ગંભીર રીતે ઈજાગ્રસ્ત લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો પણ આવે છે. તેથી લોકોએ સાવધાન રહેવાની જરૂર છે.