• ગ્રાહક સુરક્ષા અધિનિયમ-2019 અન્વયે કોઇ નાગરિકને ખાણીપીણીની ચીજવસ્તુઓ સાથે આવતો રોકી શકાય નહીં
  • ગ્રાહક પોતાની પસંદગીની મૂવી જોવા થિયેટરમાં આવે ત્યારે તેને પોતાની પસંદગીનો ખોરાક મળવો જોઇએ
  • થિયેટર માલિકો નાગરિકો ઉપર કોઇ પણ શરતો થોપી ન શકે

WatchGujarat.અત્યાર સુધી થિયેટર, મલ્ટિપલેક્સ,વોટરપાર્ક જેવા સ્થળોએ સંચાલકો દ્વારા લોકોને ખાણીપીણીની ચીજવસ્તુઓ કે પાણી લાવવા પર પ્રતિબંધ હોય છે. પરંતુ કાયદા વિશેની જાગૃતતાના અભાવે મોટી સંખ્યામાં ગ્રાહકો છેતરપિંડીનો ભોગ બનતા હોય છે પરંતુ ગ્રાહક સુરક્ષા અધિનિયમ-2019 અન્વયે કોઇ નાગરિકને ખાણીપીણીની ચીજવસ્તુઓ સાથે આવતો રોકી શકાય નહીં.

થિયેટર, મલ્ટિપલેક્સ,વોટરપાર્ક કે અન્ય મનોરંજક કાર્યક્રમના સ્થળે પોતાના મળતિયાઓને મોટો ધંધો મળી રહે તે માટે તેના સંચાલકો મનઘડંત નિયમો બનાવીને લોકોને લૂંટતા હતા. આવા સ્થળોએ ખાણીપીણીની ચીજવસ્તુઓ લાવવા દેતા નથી હોતા. કારણ કે જો આવી વસ્તુ ન લાવવા દેવાય તો જ નાગરિકો તેમના સ્થળે બનાવાયેલા સ્ટોલમાં ઉંચા ભાવે ખાણીપીણીની વસ્તુઓ ખરીદે.આ વ્યવહાર કાયદાથી તદ્દન વિરૂદ્ધ છે.

જાણકારોના મતે ગ્રાહક સુરક્ષા કાયદા હેઠળ મલ્ટિપેક્સ,થિયેટર કે કોઇપણ મનોરંજક કાર્યક્રમ આવી જાય છે જેમાં કોઇ પણ ગ્રાહકને પોતાનો જ માલ ખરીદે તેવી બળજબરી ન કરી શકાય.ગ્રાહક પોતાની પસંદગીની મૂવી જોવા થિયેટરમાં આવે ત્યારે તેને પોતાની પસંદગીનો ખોરાક મળવો જોઇએ. તેના ઉપર થિયેટર માલિકો કોઇ પણ શરતો થોપી ન શકે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ગ્રાહકને અસરકર્તા કોઇપણ વિષય પર ગ્રાહક કે ગ્રાહકવર્ગ ગ્રાહક સુરક્ષા અધિનિયમ 2019 અન્વયે કેન્દ્રિય ગ્રાહક સુરક્ષા સત્તામંડળની સ્થાપના કરવામાં આવી છે જેમાં કલેક્ટરને સત્તા આપવામાં આવી છે. આથી કોઇપણ ગ્રાહક કેન્દ્રિય સત્તામંડળ કે જિલ્લા કલેક્ટરને ફરિયાદ કરી શકશે અને કલેક્ટર તે અંગે નિર્ણય લઇ શકે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે જો તમે ઇચ્છો તો આ બાબતે કલેક્ટરને રજૂઆત કરી શકો છો અને ક્લેક્ટર યોગ્ય નિર્ણય લાવી શકે છે . માટે થિયેટરમાં મળતી મોંઘીદાટ ખાણીપીણીની વસ્તુથી બચી શકો છો.

Facebook Comments Box

Videos

Our Partners