watchgujarat: કેદીઓને રાખવા માટે દુનિયામાં ઘણી જેલો બનાવવામાં આવી છે. આમાંથી ઘણી જેલો ઘણી ખતરનાક અને ડરામણી હોય છે, જ્યારે ઘણી જેલો ઘણી મોંઘી હોય છે. જ્યાં એક કેદી પાછળ કરોડો રૂપિયા ખર્ચવામાં આવે છે. જો કે દરેક જેલમાં કેદીઓ પર પૈસા ખર્ચવામાં આવે છે, પરંતુ આજે અમે એક એવી જેલ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેના ખર્ચ વિશે જાણીને તમને આશ્ચર્ય થશે. આ જેલમાં દુનિયાના ખતરનાક આતંકવાદીઓને રાખવામાં આવ્યા છે. આ જેલનું નામ દુનિયાની સૌથી મોંઘી જેલોમાં શામેલ છે.

વાસ્તવમાં, અમે વિશ્વની સૌથી મોંઘી ગ્વાતાનામો બે જેલ વિશે વાત કરી રહ્યા છીએ જે ગ્વાતાનામો ખાડીના કિનારે સ્થિત છે. આ જેલ વર્ષ 2001માં અમેરિકામાં 11 સપ્ટેમ્બરે થયેલા આતંકી હુમલા બાદ શરૂ કરવામાં આવી હતી. જો કે, વિશ્વની સૌથી ખતરનાક અને મોંઘી જેલ ગ્વાતાનામો બેનું એક યુનિટ એપ્રિલ 2021 માં બંધ કરવામાં આવ્યું હતું. ગ્વાતાનામો બે જેલના કેમ્પ-7માં 14 કેદીઓ રાખવામાં આવ્યા હતા. ઘણા લોકો ગ્વાતાનામો જેલને પૃથ્વી પરનું નરક પણ કહે છે. આવો જાણીએ આ જેલ વિશે અને એક કેદી પર ખર્ચવામાં આવતા પૈસા વિશે…

એક કેદી પાછળ થાય છે 93 કરોડનો ખર્ચ

ગ્વાતાનામો બે જેલમાં એક કેદી પર લગભગ 93 કરોડ રૂપિયા ખર્ચવામાં આવે છે, જેના કારણે આ જેલ ખતરનાક હોવાની સાથે સૌથી મોંઘી જેલ પણ કહેવામાં આવે છે. આ જેલમાં દુનિયાના ખતરનાક આતંકવાદીઓને રાખવામાં આવ્યા છે. થોડા દિવસો પહેલા આ જેલમાં બંધ સાઉદી અરેબિયાના એક કેદીને મુક્ત કરવામાં આવ્યો હતો. અહેમદ અલ-કહતાની પર 9/11ના હાઇજેકર્સમાં સામેલ હોવાનો આરોપ હતો. આ મિલિટરી જેલને દુનિયાની સૌથી વિવાદાસ્પદ જેલ માનવામાં આવે છે. ઘણી વખત તેને બંધ કરવાની માંગ પણ ઉઠી છે.

કડક સુરક્ષા

આ જેલની સુરક્ષા ખૂબ જ કડક છે. અહીં કોઈ પક્ષી પણ ફરકી શકતું નથી. સૌથી આશ્ચર્યની વાત એ છે કે આ જેલમાં એક કેદી માટે 45 સૈનિકો તૈનાત છે. એક રિપોર્ટ અનુસાર અહીં 1800 જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે.

આ ગ્વાતાનામો જેલમાં હાલમાં કુલ 38 કેદીઓ કેદ છે, જેઓ ખૂબ જ ભયભીત આતંકવાદી છે. દરેક કામ માટે અલગ કર્મચારી છે. જેલમાં 3 ઈમારતો છે, જેમાં 2 ગુપ્ત મુખ્યાલય છે. આ જેલમાં 3 ક્લિનિક પણ છે.

હાઈટેક સુવિધાઓથી સજ્જ આ જેલની અંદર કોર્ટ, પેરોલ બોર્ડ અને સુનાવણી ખંડ છે. અહીં પ્રાઈવેટ રૂમમાં કેદી તેના વકીલ સાથે આરામથી વાત કરી શકે છે.

આ જેલમાં કેદીઓને જીમ, પ્લે સ્ટેશન અને સિનેમા હોલ જેવી સુવિધાઓ પણ મળે છે. કેદીઓના માનસિક સ્વાસ્થ્યની દેખરેખ રાખવા માટે અહીં મેન્ટલ થેરાપિસ્ટ પણ મુકવામાં આવ્યા છે.

ક્યુબામાં સ્થિત આ જેલ એક સમયે યુએસ નેવીનું બેઝ હતું. પરંતુ વર્ષ 2002માં તેને હાઈટેક જેલ બનાવવામાં આવી હતી. ખતરનાક આતંકવાદીઓને રાખવામાં આવવા લાગ્યા. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ પોતાના કાર્યકાળ દરમિયાન તેને બંધ કરવાની વાત કરી હતી.

Facebook Comments Box

Videos

Our Partners