• દીકરી જન્મ બાદ તેને મળતા સરકારી લાભોથી વાકેફ કરાવવા સુરતમાં એક સંસ્થાએ શરૂ કર્યું અલાયદું કાર્યાલય
  • સંસ્થા દ્વારા પ્રસુતિ ગૃહ હોસ્પિટલોનો સંપર્ક કરી જે પ્રસુતાને દીકરી જન્મે તેના માટે ફોર્મ આપવામાં આવે છે
  • તેમને વ્હાલી દિકરીના વધામણાં સંસ્થાનો સંપર્ક કરી યોજનાનો લાભ મેળવવા માટે જણાવવામાં આવે છે

WatchGujarat. દીકરી એટલે વ્હાલનો દરિયો. ત્યારે સમાજમાં દીકરીના જન્મને પ્રોત્સાહન આપવા સરકાર દ્વારા અનેક યોજનાઓ બહાર પાડવામાં આવી છે. પરંતુ ઘણા લોકો યોગ્ય જાણકારીના અભાવે તેઓ આ સહાયથી વંચિત પણ રહી જતા હોય છે. આવા લોકોની મદદ માટે એક સંસ્થા આગળ આવી છે.

સુરતમાં વ્હાલી દીકરીના વધામણાં સંસ્થા દ્વારા સરકારની અનેક યોજના છે જેનો લોકો અત્યાર સુધી માહિતીના અભાવે લોકો લાભ નથી લઈ શકતા તેમણે આ સેવાઓનો લાભ આપવામાં આવે છે. દીકરી  ના જન્મથી લઈને તેના ભણતર સુધી તેના ઉછેરમાં મા બાપને મદદરૂપ થાય તેવી જાહેરાતો ઘણી કરવામાં આવી છે અને યોજનાના અમલિકરણ માટે પ્રયાસો કરવામાં આવે છે. બેટી બચાવો બેટી પઢાવો જેવી યોજના થકી અત્યારે દીકરીઓ ભણી ગણીને પગભર થઈ રહી છે. પરંતુ સરકારની એક એવી પણ યોજના છે જે દીકરી જન્મે ત્યારથી જ લાગુ પડી જાય છે. એ યોજના એટલે વ્હાલી દીકરીના વધામણાં.

વ્હાલી દીકરીના વધામણાં યોજનાનો લાભ ઘણા લોકો માહિતીના અભાવે મેળવી શકતા નથી. જેથી સુરતના મોટા વરાછા ખાતે વ્હાલી દીકરીના વધામણાં નામની એક સંસ્થા શરૂ કરવામાં આવી છે અને લોકોને આ યોજનાનો લાભ અપાવવા માટે સહાય પણ શરૂ કરી છે. સુરતમાં વ્હાલી દીકરીના વધામણાં અંતર્ગત સરકારની અનેક યોજના છે જેનો લોકો અત્યાર સુધી માહિતીના અભાવે લોકો લાભ નથી લઈ શકતા તેમના માટે સુરતની વ્હાલી દીકરીના વધામણાં નામની સંસ્થા શરૂ કરી લોકોને આ સેવાનો લાભ આપવામાં આવી રહ્યો છે.

કેવી રીતે કાર્ય કરે છે આ સંસ્થા

આ સંસ્થા દ્વારા વરાછા વિસ્તારની તમામ પ્રસુતિ ગૃહ હોસ્પિટલનો સંપર્ક કરવામાં આવે છે. તેમને ફોર્મ વિતરણ કરવામાં આવે છે કે જો કોઈ પ્રસૂતાને દીકરી જન્મે  તો તેમને આ યોજના અંતર્ગત સરકાર તરફથી અનેક લાભ આપવામાં આવે છે. સંસ્થા દ્વારા પણ લોકો ને દાતા દ્વારા અનેક લાભ આપવામાં આવે છે. જેમાં સોનાનો દાણો, નજરીયા, જલેબી ફાફડા, કેક વગેરે વસ્તુ આપવામાં આવે છે.

જોકે હાલ લોકોને આ યોજના પ્રત્યે જાણકારી નથી જેથી લોકો તેનો લાભ લઇ શકતા નથી, જેથી વધુમાં વધુ લોકો આ યોજનાનો લાભ લે તે માટે સંસ્થા દ્વારા તમામ પ્રસુતિ ગૃહ ખાતે પોસ્ટર ચોંટાડીને માહિતી આપવામાં આવી રહી છે. સુરતની આ સંસ્થા પોતોની અનોખી સેવા દ્વારા સાચા અર્થમાં વ્હાલી દીકરીઓના વધામંણા કરી રહ્યા છે.

Facebook Comments Box

Videos

Our Partners