અમદાવાદ મહાનગરને વર્લ્ડ બેન્ક દ્વારા રૂ. ૩ હજાર કરોડની લોન અપાશે
વર્લ્ડ બેન્કના પ્રતિનિધિઓ રાજ્ય સરકાર અને અમદાવાદ મહાનગર પાલિકાની બેઠક યોજાઇ
આ પ્રોગ્રામ અન્વયે અપાતી લોનમાં ગુજરાતમાં અમદાવાદની પ્રથમ પસંદગી
WatchGujarat.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં આ સંદર્ભમાં વર્લ્ડ બેન્કના પ્રતિનિધિઓ સાથે શહેરી વિકાસ વિભાગ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓની ઉચ્ચસ્તરિય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
શહેરી વિકાસ રાજ્ય મંત્રી વિનોદભાઇ મોરડીયા, વર્લ્ડ બેન્કના પ્રતિનિધિ સુશ્રી મેસ્કરીન બરહાને, રોલેન્ડ વ્હાઇટ તથા હર્ષ ગોયલ તેમજ મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોષી, શહેરી વિકાસ અગ્ર સચિવ મુકેશકુમાર અને અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર લોચન શહેરા આ બેઠકમાં સહભાગી થયા હતા.
રેઝિલિયન્ટ સિટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ અન્વયે સસ્ટેઇનેબલ અને સમયાનુકુલ વિકાસ કામો ભવિષ્યના લાંબાગાળાના આયોજન સાથે હાથ ધરવા સંબંધિત મહાનગરપાલિકાઓને વર્લ્ડ બેન્ક દ્વારા લોન આપવામાં આવે છે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આ અંગે હાથ ધરવામાં આવેલા જુદા જુદા પ્રોજેકટ્સની રૂપરેખા સાથેનું પ્રેઝન્ટેશન આ બેઠકમાં પ્રસ્તુત કરવામાં આવ્યું હતું.
અમદાવાદ શહેરની આગામી 2050ના વર્ષની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આ પ્રોજેકટ્સ હાથ ધરવામાં આવેલા છે.
વર્લ્ડ બેન્ક દ્વારા રૂ. 3000 કરોડની જે લોન અમદાવાદને ફાળવવામાં આવશે તે અંતર્ગત જે કામો-પ્રોજેકટ્સ હાથ ધરવાના થાય છે. તેમાં હયાત એસ.ટી.પી.ની કેપેસિટીમાં વધારો અને ટેક્નોલોજી અપગ્રેડેશન, નવા એસ.ટી.પી ના નિર્માણ, ઇન્ડસ્ટ્રીયલ રિયુઝ માટે ટર્શરી ટ્રિટમેન્ટ પ્લાન્ટનું નિર્માણ, હયાત મુખ્ય ડ્રેનેજ લાઇનોના રિહેબિલિટેશન અને નવા માઇક્રો ટનલીંગ લાઇનોના કામ, ખારીકટ કેનાલ ડેવલપમેન્ટ અને તળાવ ડેવલપમેન્ટ તથા તેની સાચવણી અને સ્ટોર્મ વોટર ડ્રેનેજ લાઇનના કામોનો સમાવેશ થાય છે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ કામો ત્વરાએ શરૂ કરી સમયસર પૂર્ણ કરવા માટે બેઠકમાં માર્ગદર્શન આપ્યું હતું. વર્લ્ડ બેન્કની ટિમના પ્રતિનિધિઓ ગુજરાતના વિકાસ અને હેરિટેજ સિટી અમદાવાદના અદ્યતન વિકાસથી પ્રભાવિત થયા હતા.
વર્લ્ડ બેન્કની આ ટીમ તા.13 એપ્રિલ સુધી અમદાવાદમાં છે તે દરમ્યાન મહાપાલિકાના આ પ્રોજેકટ્સના અહેવાલો મેળવશે અને ત્યારબાદ તેના આધારે આગામી જુલાઇ-2022 સુધીમાં લોન અંગેની પ્રક્રિયાઓ પૂર્ણ કરી અમદાવાદ મહાપાલિકાને આ લોન અપાશે.